• Gujarati News
  • પોરબંદરના યુવાને બેકારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો

પોરબંદરના યુવાને બેકારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના યુવાને બેકારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો
પોરબંદર : પોરબંદરમાં ઝુરીબાગમાં રહેતા એક યુવાને બેકારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેનો બચાવ થયો હતો અને પોલીસે તેની સામે આપઘાતની કોશીષનો ગુન્હો નોંઘ્યો છે. ઝુરીબાગમાં રહેતા હાર્દિક જગદીશ રાઠોડ નામનો યુવાન બેકાર હોય, જીંદગી કંટાળી ગયો હતો. ગઈ તા. ૧૯ મી જુલાઈના રોજ તેણે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનો જીવ બચી ગયો હતો.
વેરાવળ ઉત્તર સીંધ પંચાયત સમાજનાં પ્રમુખ તરીકે રમેશભાઈ આહુઝા
વેરાવળ : વેરાવળ ઉત્તર સિંઘ પંચાયત સમાજનાં પ્રમુખ માટે ચૂંટણી થતા પૂર્વપ્રમુખ રમેશભાઇ આહુજાએ તેમના હરીફ ઉમેદવાર ગોવિંદ ગીદવાણીને હરાવી સમાજનાં પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલ હોવાનું જણાવેલ છે.
જૂનાગઢમાં મકાન ભાડે આપનાર માલિકો સામે ફરીયાદ
જૂનાગઢ : જોષીપરામાં આવેલા શાંતેશ્વર મેઇન રોડ પર એસઓજી એએસઆઇ સુરેશભાઇ વડુકર અને હરસુખભાઇ પટેલે ભાડુઆત વાળા મકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. એ દરમિયાન શાંતેશ્વર મેઇન રોડ પર મકાન ભાડે આપનાર મકાન માલીક ભીખુભાઇ મણીશંકર વ્યાસ અને ભાણજીભાઇ વાજાએ પોલીસમાં ભાડુઆતોનાં આધાર પુરાવાઓ રજૂ કર્યા વગર ભાડે આપી જિલ્લા મેજીસ્ટેટનાં જાહેર નામાનો ભંગ કર્યોહોવાથી બી-ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
વેરાવળ ગોવિંદપરાની યુવતી ગુમ : શોધખોળ શરૂ
વેરાવળ : વેરાવળ નજીક ગોવિંદપરા ગામે રહેતા પટણી આમદભાઇ ઇસ્માઇલભાઇ પરમારની પુત્રી અસ્માબાનુ (ઉ.વ.૧૮)બે દિવસ પૂર્વે તા.૬નાં રોજ ભણવા ગોવિંદપરાથી વેરાવળની મહિલા કોલેજ આવવા નિકળેલ હતી. ત્યારબાદ તે આજદિન સુધી ઘરે પરત ન ફરતા પુત્રી ગુમ થયાની પિતાએ પોલીસમાં જાહેરાત કરતા જમાદાર પંડયાએ શોધખોળ હાથ ધરેલ છે.
વેરાવળનાં ખારવાવાડમાં મહિલાનાં ઘરમાંથી દારૂ ઝડપાયો
વેરાવળ : વેરાવળનાં ખારવાવાડમાં ભોયનાકા પાસે રહેતા મંછાબેન ઉમેશ ખારવાનાં મકાન પર પોલીસે બપોરે બારેક વાગ્યે દરોડો પાડી અંગ્રેજી દારૂની બોટલ નંગ. ૧૮૧ કિ.રૂા.૯,૦૫૦ તથા બે મોબાઇલ કિં.રૂા.૨૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂા.૧૧,૦૫૦નો કબ્જે કરેલ છે. તેમજ દરોડા દરમ્યાન બંને આરોપીઓ ખારવા મંછાબેન તથા ઝાયલો વણીક નાસી છૂટતા તેઓની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
કુકસવાડામાં જમીનનાં ભાગ બાબતે ભાઇઓ બાખડયા
જૂનાગઢ : ચોરવાડ તાબેનાં કુકસવાડામાં રહેતા કાનજીભાઇ રામાભાઇ જોરા અને સામતભાઇ