• Gujarati News
  • પોલીસ કંટ્રોલ રૂમનો ફોન રીપેરીંગમાં ?. BSNL નાં ધાંધીયા

પોલીસ કંટ્રોલ રૂમનો ફોન રીપેરીંગમાં ?. BSNL નાં ધાંધીયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢએસપી કચેરીમાં આવેલા પોલીસ કંટ્રોલ રૂમનો એક ફોન લાંબા સમયથી ખરાબ હોવાથી ટેલિફોન એક્સચેન્જમાં અનેક વખત ફરીયાદ કરવામાં આવી હોવા છતાં બીએસએનએલ દ્વારા રીપેરીંગમાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમનો બીએસએનએલ કંપનીનો ટેલિફોન નં. 0825-2690603 માં લાંબા સમયથી આઉટ ગોઇન્ગ ચાલી રહ્યું છે. પરંતુ ઇનકમિંગ બંધ થઇ ગયું હોવાની ક્ષતિ સર્જાઇ છે. ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક્સચેન્જ ઓફિસમાં રજૂઆતો કરાતા ટેકનિશીયન મોકલી દેવામાં આવે છે. જે આવીને ક્ષતિ એક્સચેન્જમાંથી હોવાનું જણાવી દે છે. અંગે ટેલિફોન એક્સચેન્જનાં ડિવીઝનલ એન્જી. પરમારે જણાવ્યું હતું કે, ટેલિફોન લાઇનમાં ખામી સર્જાઇ હશે તે રીપેર કરી દેવામાં આવશે.