• Gujarati News
  • રાજ્યમાં 151 મેડલ સાથે જૂનાગઢે ટ્રોફી જીતી

રાજ્યમાં 151 મેડલ સાથે જૂનાગઢે ટ્રોફી જીતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ટરખેલકૂદ (એથ્લેટીકસ) મંડળ, જૂનાગઢ ડિસ્ટ્રીકટનાં પ્રમુખ ઇકબાલભાઇ મારફતિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢનાં ખેલાડીઓ સતત 5 વર્ષથી રાજ્યકક્ષાએ શહેરનું નામ રોશન કરે છે. વખતે દોડ, લાંબીકૂદ, ઉંચીકૂદ, લંગડીફાળકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, હથોડાફેંક, ઝડપી ચાલ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 250 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં જૂનાગઢ જિલ્લાનાં 35 વર્ષથી 100 વર્ષનાં કુલ 70 ખેલાડીઓએ દોડ, ફેંક, કૂદ, ઝડપી ચાલ જેવી સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી 151 મેડલ મેળવી સતત પાંચમી વખત ટ્રોફી મેળવી હતી. તકે જામનગરનાં પૂર્વ મેયર પ્રવિણભાઇ માડમ, માસ્ટર ખેલકૂદ મંડળ ગુજરાતનાં પ્રમુખ જે. પી. કોટડીયા, જનરલ સેક્રેટરી જે. સી. વર્ગીસનાં વરદહસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ વિજેતા ખેલાડીઓ અમૃતસર (પંજાબ) ખાતે ઓલ ઇન્ડિયા રમવા માટે જશે. જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા રમત-ગમત અધિકારી, હારૂન વિહળ, પ્રફુલ રાઠોડે ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા.

{વિજેતા ખેલાડીઓ પંજાબ ખાતે ઓલ ઇન્ડિયામાં રમવા જશે