• Gujarati News
  • રાયકાનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાયકાનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંરાયકાનગરમાં રહેતા એક યુવાને ગઇકાલે બપોરે પોતાને ઘેર કોઇ કારણોસર પંખાનાં હૂકમાં ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણી દીધો હતો. અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સી-ડિવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એસ. કે. ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરનાં રાયકાનગરમાં રહેતા હરેશ બિજલભાઇ રબારી(ઉ.30) માનસિક બીમાર હતો. તેણે ગઇકાલે બપોરનાં અરસામાં પોતાને ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો. તેના પરીવારજનોને બનાવની જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.