• Gujarati News
  • શહેરમાં પ્રથમ વખત પ્લાસ્ટીક સર્જરીનો કેમ્પ

શહેરમાં પ્રથમ વખત પ્લાસ્ટીક સર્જરીનો કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં સૌપ્રથમ વખત પ્લાસ્ટીક સર્જરીનાં મફત નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન તા. 30 નવેમ્બરનાં સવારે 9 થી 1 વાગ્યે હાટકેશ હોસ્પિટલ, બહાઉદીન કોલેજ રોડ ખાતે કરવામાં આવ્યું છે. કપાયેલા હોઠ, ફાટેલા તાળવાવાળા, દાઝ્યા પછીનાં ખોડ ખાપણવાળાને સારવાર માટે તમામ ખર્ચ આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્માઇલ ટ્રેન તથા રીસર્ચ દ્વારા આપવામાં આવશે. કેમ્પમાં અમદાવાદનાં ખ્યાતનામ ડો. જયુલ કામદાર, ડો. નિશ્ચલ આર નાયક ઉપસ્થિત રહેશે. લાભ લેવા ડો. બકુલ બુચ, કલ્પિતભાઇ નાણાવટી, ભાવેશ જોષીએ અનુરોધ કર્યો હતો.