• Gujarati News
  • કેશોદનાં કલિમલ બાપુનાં આશ્રમની ચોરીનો ભેદ ખુલ્યો

કેશોદનાં કલિમલ બાપુનાં આશ્રમની ચોરીનો ભેદ ખુલ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાંકલીમલ બાપુનાં આશ્રમમાં 11 નવે.નાં તસ્કરોએ મંદિરનાં તાળા તોડી મૂર્તી પર ચઢાવેલાં 600 ગ્રામ ચાંદીનાં છતરની ચોરી થઈ હતી. અંગે ગીરીશભાઇ પાચાભાઇ કોટળીયાએ ફરીયાદ નોંધાવી હતી. અંગે કેશોદ પોલીસ તસ્કરોની શોધખોળ ચલાવી રહી હતી. ત્યારે વિસાવદર પોલીસ સ્ટેશનનાં દીલુભા, દિપકભાઇ નાથાભાઈ, સોમભાઇ સહિતનાં સ્ટાફે ખોડીયારપરામાંથી કિશોર બચુભાઇ સોલંકીની ઘરપકડ કરી હતી. પોલીસ પુછપરછ દરમિયાન કેશોદનાં કલીમલબાપુનાં આશ્રમમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. આરોપી કિશોરનો આજે કેશોદ પોલીસે કબજો મેળવ્યો હતો.