• Gujarati News
  • ધંધુસરમાંથી દારૂ પકડાયો, બે શખ્સ નાસી ગયા

ધંધુસરમાંથી દારૂ પકડાયો, બે શખ્સ નાસી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીતાલુકાનાં ધંધુસરમાં પોલીસે પૂર્વ બાતમીનાં આધારે એક બાઈક ચાલકને આંતરી તલાશી લેતા બાઈકમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે.

અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ વંથલીનાં ધંધુસર ગામે પીએસઆઇ આર.જે.ઠુંમર અને સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાઇક ચાલક નં.જીજે-11- એસી- 9291 પર બે શખ્સો શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળતાં તેને રોકવાની કોશિષ કરતાં બાઇક મુકી નાસી ગયા હતાં. બાઇકની તલાસી લેતા તેમાંથી દારૂની બોટલ નંગ-2 અને બીયરનાં ટીન નંગ-3 મળી આવતાં કુલ રૂા.26,100નો મુદામાલ કબજે કરી નાસી જનાર ધંધુસરનાં નાગા રાણા મેર અને લખન મેર સામે ગુનો નોંધી બંનેને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ અહીંથી દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડી હતી.