• Gujarati News
  • ગૌમાતાનાં લાભાર્થે શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ

ગૌમાતાનાં લાભાર્થે શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંશુભેશ્વર યુવક મંડળ દ્વારા ગૌમાતાનાં લાભાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જોષીપરા સ્થિત શુભેશ્વર યુવક મંડળ દ્વારા શુભેશ્વર મહાદેવ મંદિરની સામે, ખલીલપુર રોડ ખાતે આગામી તા.9 થી 17 એપ્રિલનાં સવારે 9 થી 12 અને સાંજે 3:30 થી 6:30 કલાકે ગૌમાતાનાં લાભાર્થે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનાં વ્યાસાસને જોષીપરા વાળા શાસ્ત્રી, ગૌરીશંકર હરજીવનભાઇ મહેતા રસપાન કરાવશે. તકે કથાનાં મુખ્ય યજમાન વિજયભાઇ નારણભઇ ખાતરા ઉપસ્થિત રહેશે. તા.1 એપ્રિલનાં રાત્રે 9 કલાકે જસાધારનાં કાનગોપી, તા.15 એપ્રિલનાં રાત્રે 9 કલાકે શ્રીનાથજીની ઝાંખી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.