• Gujarati News
  • નોબલ કોલેજનાં 8 પ્રાજેક્ટસ જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ 2015માં પ્રદર્શિત કરાયા

નોબલ કોલેજનાં 8 પ્રાજેક્ટસ જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ 2015માં પ્રદર્શિત કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર . જૂનાગઢ

ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જીટીયુ સેન્ટરલ ટેકફેસ્ટ 2015નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢની નોબલ એન્જિનિયરીંગ કોલેજનાં 8 પ્રોજેક્ટસને પ્રદર્શીત કરવામાં આવ્યા હતા.

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજનાં કેમ્પસમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જીટીયુ સેન્ટરલ ટેકફેસ્ટ 2015નું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકફેસ્ટમાં સમગ્ર ગુજરાતની જીટીયુ સંલગ્ન સંસ્થાઓમાંથી કુલ 23 પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં જૂનાગઢની ભેંસાણ રોડ સ્થિત નોબલ એન્જિનીયરીંગ કોલેજનાં વિવિધ બ્રાન્ચમાંથી 8 પ્રોજેક્ટસ પ્રદર્શીત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં કુલ 31 વિદ્યાર્થીઓ અને 7 પ્રાધ્યાપકો એમ કુલ 38 મુલાકાતીઓ ગયા હતા. પ્રદર્શનનાં અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.