• Gujarati News
  • ‘ગોલોકધામ’માં દુબઇનાં પરિવારની દાન તત્પરતા

‘ગોલોકધામ’માં દુબઇનાં પરિવારની દાન તત્પરતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરીહરનીભૂમિ ગણાતા સુપ્રસિદ્ધ સોમનાથ તિર્થમાં ભગવાન શ્રીકૃષ્ણએ પણ અંતિમ પ્રયાણ કર્યુ હોય જેથી સ્મૃતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર થનારા ગોલોકધામનાં નિર્માણ માટે સીમાડા પાર આરબ અમીરાતમાં આવેલા દુબઇનાં એક પંજાબી પરિવારે ગોલોકધામ માટે કરોડોનાં દાનની તત્પરતા દર્શાવી છે. જ્યારે આગામી મહાશિવરાત્રીનાં મહાપર્વે સોમનાથ ખાતે દુબઇનો પરિવાર આવશે અને કરોડોનાં દાનની ઘોષણા કરનાર છે.

સુપ્રસિદ્ધ સોમનાથ તિર્થધામમાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીએ બાણ માર્યુ તે ભાલકા તિર્થ અને નિજપ્રસ્થાન કર્યુ તે ગીતા મંદિર સહિત સંકુલોને આવરી લેતાં સોમનાથ ટ્રસ્ટનાં અંદાજે 100 કરોડનાં ગોલોકધામ શ્રીકૃષ્ણ નિજધામ પ્રસ્થાન પ્રોજેકટ જાહેર થયો છે. અંદાજે 20 એકર જમીનમાં ભગવાન શ્રીકૃષ્ણની પાદુકા, પ્રસ્થાન પથ સહિતનું નિર્માણ થનાર છે તેનો પ્રોજેકટ હાલ મંદિરનાં દ્વાર પાસે રાખવામાં આવ્યો છે. જેમાં દુબઇનો એક પંજાબી પરિવાર થોડા સમય પૂર્વે સોમનાથ આવેલ અને તેઓએ ભૂમિમાં નવુ ગોલોકધામ બનવાનું છે તેનું મોડેલ નિહાળ્યું હતું જેથી મનોમન તે દિવસે તેઓએ સંકલ્પ બનાવી લીધો હતો. ત્યાર પછી તેઓએ સમગ્ર પરિવાર દુબઇ હોય અને દુબઇ આવવા નોતરૂ આપ્યું હતું. જેથી સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન કેશુભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટનાં સચિવ પી.કે.લ્હેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, દિલીપ ચાવડા અને જીતુપુરીબાપુ અેમ ચારની ટીમ તાજેતરમાં દુબઇ ગઇ હતી. દુબઇમાં સાત દિવસનાં રોકાણ દરમિયાન હરી હરની ભૂમિ પ્રત્યે આસ્થા સાથે આકર્ષેલા દુબઇનાં પંજાબી પરિવારે સોમનાથ ટ્રસ્ટની ટીમને કરોડોનાં દાનની તત્પરતા દાખવી હતી અને દાન પણ આગામી મહાશિવરાત્રીએ સોમનાથની ભૂમિ ઉપર જાહેર કરવાની ઉર્ત્કઠા દર્શાવી હતી. આમ સોમનાથમાં પહેલા રામ મંદિર અને હવે ગીતા મંદિર સહિત કૃષ્ણ નિજધામ પ્રસ્થાન ગોલોકધામ પ્રોજેકટ માટે દેશનાં સીમાડા પાર આરબ અમીરાતમાંથી દુબઇ સ્થિત દાતાએ નિર્માણમાં યશભાગી બનવાની તૈયારી દર્શાવી છે.

}દાતાની સરવાણી શિવરાત્રીએ જાહેર થશે

દુબઇનાંપંજાબીપરિવારે સોમનાથમાં શ્રીકૃષ્ણ નિજધામ પ્રસ્થાન ગોલોકધામ પ્રોજેકટ માટે કરોડોનાં દાનની ઓફર કરી છે ત્યારે દુબઇથી પરત આવેલા ટ્રસ્ટનાં સચિવ પી.કે.લ્હેરીએ વાતને સમર્થન આપીને જણાવ્યું છે કે, દાનની રકમ શિવરાત્રીનાં દિવસે જાહેર થાય તેવી દાતાની ઇચ્છા છે.

પ્રોજેકટ શું છે ?

સોમનાથટ્રસ્ટ દ્વારા હાલ જ્યાં ગીતા મંદિર આવેલુ છે તે જગ્યાએ 20 એકર જમી