• Gujarati News
  • જૂનાગઢમાં પરિણીતાને અેક લાખ લાવવાનું કહી માર માર્યો

જૂનાગઢમાં પરિણીતાને અેક લાખ લાવવાનું કહી માર માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંઢાલરોડ પર નાથુરૂપાનાં ડેલામાં રહેતી એક પરિણીતાને સાસરિયાંએ મકાન લેવા 1 લાખ રૂપિયા માવતરેથી લાવવાનું કહી માર માર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢનાં ઢાલરોડ પર આવેલા નાથુરુપાનાં ડેલામાં રહેતી શબનમબેન અકીલભાઇ (ઉ. 21)નાં લગ્ન એક વર્ષ પહેલાં અજંટા ટોકીઝ નજીક નાથીબુની મસ્જીદ પાસે અજમેરી એપાર્ટમેન્ટમાં રહેતા અકીલ નાસીરભાઇ નામનાં યુવાન સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ સાસરિયાં તેને કરિયાવર બાબતે મેણાં ટોણાં મારી શારિરીક માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા. બાદમાં તેને મકાન લેવા માટે રૂ. 1 લાખ લાવવાનું કહી જો લાવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી શબનમે પતિ અકીલ ઉપરાંત સસરા નાસીરભાઇ બીલાલભાઇ, સાસુ નસીમબેન નાસીરભાઇ સહિતનાં સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ મહિલા હેડ કોન્સટેબલ એસ. એચ. જાડેજા ચલાવી રહ્યા છે.