• Gujarati News
  • બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ બિસ્માર હાલતમાં

બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ બિસ્માર હાલતમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંબસ સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધીનો રોડ બિસમાર છે. પ્રમુખ પ્રવિણ ટાંકે બાંધકામ અધિકારી ચૌધરીને રજૂઆત કરી જણાવ્યા પ્રમાણે, બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન સુધીના બિસ્માર રસ્તાનાં રીપેરીંગનું કામ થયું નથી. હવે તો રેલ બજેટ પણ આવી ગયુ છે. પરંતુ રસ્તાનું કામ શા કારણોસર શરૂ થયુ નથી તેવી રજૂઆત કરી હતી. 15 દિવસમાં રસ્તાનું કામ શરૂ નહિ થાય તો દરેક સોસાયટી પ્રમુખ ગીરીરાજ સોસાયટી મંદિર ખાતે મીટીંગમાં આંદોલનની હાકલ થશે.