તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂથ અથડામણમાં કોર્પોરેટર સહિ‌તને ૩ દિવસનાં રીમાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હજુ ચાર આરોપી ફરાર : રીવોલ્વર કબ્જે કરવાની બાકી
-
કાર્યવાહી : સરગવાડા ગામે કાળી ચૌદશની રાત્રે બનાવ બન્યો’તો

જૂનાગઢ મનપા વિસ્તાર હેઠળ આવતા સરગવાડામાં કાળી ચૌદશની રાત્રે થયેલી જૂથ અથડામણમાં પાડોશમાંજ રહેતા રબારી અને મુસ્લિમ પરિવારો સામસામા આવી ગયા હતા. અને ૧૧ થી વધુ ઘવાયા હતા. જેમાં મુસ્લિમ પરિવારની એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં મનપાનાં વોર્ડ નં. ૧નાં કોંગ્રેસનાં કોર્પોરેટર ગજેન્દ્ર ડાયા પરમાર, કરણ ડાયા પરમાર અને રમેશ પોપટ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. આજે તેઓને ૭ દિવસનાં રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.

પરંતુ કોર્ટે તેઓને ત્રણ દિવસનાં રીમાન્ડ પર સોંપ્યા છે. દરમ્યાન પોલીસે ગજેન્દ્ર પરમાર પાસેથી તેમની લાયસન્સવાળી બંદૂક પણ કબ્જે કરી છે. જ્યારે આ પ્રકરણમાં આરોપી નારુ અને તેનો પુત્ર સહિ‌ત ૪ શખ્સો હજુ ફરાર હોવાનું પોલીસનું કહેવું છે. જેમાં નારુ પાસેથી પણ એક રીવોલ્વર કબ્જે કરવાની બાકી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. કોર્ટમાં ટોળાં ઉમટયાં જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા એ વખતે કોર્ટ સંકુલમાં લોકોનાં ટોળાં ઉમટી પડયા હતા.