દ્વારકા પાસે અકસ્માતમાં ઘવાયેલી મહિ‌લાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા નજીક મોજપ ગામ પાસે ટ્રક, બસ અને કાર વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં અમદાવાદના મહિ‌લાએ જામનગરની હોસ્પિટલમાં દમ તોડયો છે. જયારે મીઠાપુર નજીક પુરઝડપે દોડતા ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકને ઇજા પહોચ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.

દ્વારકા નજીક મીઠાપુર તરફના ધોરીમાર્ગ પર આવેલા મોજપ ગામ પાસેની અકસ્માત ઝોન ગોલાઇમાં શનિવારે ટ્રક, બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જા‍યો હતો. જેમાં કારમાં સવાર અમદાવાદના સંતુબેન સુજાતભાઇ (ઉ.વ.૩પ), હનુભાનભાઇ ચેલારામ અને તેના પુત્ર ગૌતમ (ઉ.વ.૨૦) ને ઇજા પહોંચતા તાત્કાલીક સ્થાનિક હોસ્પિટલ બાદ જામનગર ખસેડાયા હતાં. જયાં ગંભીર રીતે ઘવાયેલા સંતુબેનનું ટુંકી સારવાર બાદ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના સંબંધી મૂકેશ ચેલારામે જીજે-૧૦-ઝેડ-૦૦૧૪ નંબરની બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મીઠાપુર પોલીસે નાશી છુટેલા બસચાલકની શોધખોળ હાથ ધરી હતી. જયારે મીઠાપુર નજીક જીજે-૧૧-ડબ્લ્યુ-૩૦૭પ નંબરના ટ્રકચાલકે દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે રહેતાં ચંદ્રેશભા રાયમલભાઇ નાયાણી (ઉ.વ.૩૦) નામના યુવાને ઠોકર મારી હાથ-પગના ભાગે ફ્રેકચર સહિ‌તની ઇજા પહોંચાડી હતી. આ બનાવની ઘાયલ યુવાને સારવાર લઇ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

યાત્રાધામના દર્શન કરી પરિવાર જતોતો

અમદાવાદમાં રહેતો કારસવાર પરિવાર શુક્રવારે સવારે દ્વારકા, નાગેશ્વર અને ઓખા, બેટ-દ્વારકાના દર્શન કરી અમદાવાદ તરફ પરત ફરતો હતો. ત્યારે ખાનગી બસે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો.