રાજવી પરિવારની મિલકતનું વીલ બનાવટી ઠરાવતી અદાલત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પુત્રનો દાવો મંજૂર થતાં ફઇબાને કાનૂની લપડાક

જામનગરમાં રાજવી પરિવારના સભ્યોની કરોડોની મિલકતનું વીલ અદાલતે બનાવટી ઠરાવતા ચકચાર જાગી છે. પિતાની મિલકત અંગે પુત્રનો દાવો મંજૂર થતા ફૈબાને કાનૂની લપડાક મળી છે.

આ કેસની વિગત એવી છે કે રાજવી પરીવારના સભ્ય મનહરસિંહ કેશરીસિંહ જાડેજાની સંયુક્ત માલિકીની મિલકતો જામનગર, વિભાપર, મોડા તથા ભાવનગર શહેરમાં આવી છે. આ મિલકતોની હાલની બજાર કિમત કરોડો રૂપિયા થાય છે. મનહરસિંહના બહેન રમણીકકુમારીબા અને વીમળાકુમારીબા સુમેર ક્લબ રોડ પર આવેલા જાડેજા હાઉસ નામની મિલકતમાં વસવાટ કરે છે. મનહરસિંહ દ્વારા અનુક્રમ નં. ૨૦૮૩ તા. ર૦-૩-૨૦૦૧ના પોતાની મિલકત સંબંધે પોતાની બહેનોની તરફેણમાં વીલ કરી આપ્યું હતું.

દરમ્યાન મનહરસિંહનું ર૦૦૬માં અવસાન થતા તેની બહેનોએ મામલતદાર તથા રેવન્યુ ઓથોરીટી સમક્ષ મિલકત પોતાના નામે વીલના આધારે તબદીલ ટ્રાન્સફર કરવા કોશીષ કરી હતી. જેની જાણ મનહરસિંહના પુત્ર અજયસિંહને થતા તેને દીવાની અદાલતમાં આ રજીસ્ટર્ડ વીલ રદ બાતલ ઠરાવવા ફૈબા સહિતના પક્ષકારો સામે દાવો કર્યો હતો.

આ દાવો ચાલી જતાં અજયસિંહના ધારાશાસ્ત્રીએ અદાલત સમક્ષ વીલમાં સાક્ષી કરનાર મોહનભાઇ ઝીણાભાઇ પાલાને તપાસતા તેઓએ જુબાનીમાં એવું જણાવ્યું હતું કે વીલ કરનારે પોતાની સાક્ષીમાં સહી કરી નથી. આ ઉપરાંત રજૂ કરેલા પૂરાવા અને રજૂઆતો ધ્યાને લઇ સીવીલ જજ કંસારાએ મનહરસિંહ જાડેજાનું થયેલું વીલ બોગસ ઠરાવી તે રદ કરવાનો હુકમ કરી મનહરસિંહનો દાવો મંજુર કર્યો હતો. આ કેસમાં અજયસિંહ તરફે વકીલ નાથાલાલ ઘાડીયા, હીતેન અજુડીયા રોકાયા હતાં.