તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિએ કપડાં ખરીદવા નહીં દેતાં પત્નીનું અગ્નિસ્નાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીક ખંભાળિયા રોડ પર આવેલા બેડ ગામે રહેતાં સબાના આમદભાઇ સમા (ઉ.વ.૨પ) નામની પરિણીતાએ અગ્નિ‌સ્નાન કરી લઇ આપઘાત કરી લીધો હતો.

આ બનાવની તેણીના પતિએ જાણ કરતાં પંચકોશી-બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી, હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતકના પતિ આમદભાઇએ તેણીને નવા કપડા લઇ આવ્યા હતાં. પરંતુ તેણીને આ કપડા પસંદ નહીં પડતાં મોંઘા ભાવના કપડા ખરીદવા હતાં. આ બાબતે દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પરિણીતાએ ઘરનું બારણું અંદરથી બંધ કરી શુક્રવારે બપોરે અગ્નિ‌સ્નાન કરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે વિગતવાર તપાસ હાથ ધરી છે.