તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશ વિદેશમાં વસતા સ્વજનો નિહાળી શકશે સ્મશાનમાં થતી અંતિમવિધિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખંભાળિયામાં સ્વર્ગપૂરીની અનોખી કાયાપલટ પૂર્ણતાના આરે : વતનપ્રેમી દ્વારા સ્મશાનમાં એ.સી.હોલ માટે અનુદાન

ખંભાળિયાનું આદર્શ સ્મશાન-સ્વર્ગપુરી તેની કાયાપલટ બાદ આ સ્થળે એ.સી.હોલ માટે લંડન સ્થિત રધુવંશી સદગૃહસ્થ દ્વારા અનુદાન સાંપડયુ છે.આ સાથે વાઇ-ફાઇ સીસ્ટમ દ્વારા સ્મશાનમાં થતી અંતિમવિધિ દેશ વિદેશમાં વસતા સ્વજનો નિહાળી શકે તે માટેની આખરી તૈયારીઓ પણ થઇ રહી છે.

ખંભાળિયાના સ્મશાન-સ્વર્ગપુરીમાં અનેક નગરજનો-શ્રેષ્ઠીઓ, સેવાભાવી કાર્યકરો અને ટ્રસ્ટીઓ સાથે નગરપાલિકાના પુર્વ પ્રમુખ દિનેશભાઇ દત્તાણી વગેરેની જહેમત સાથે ઉમદા સહયોગથી આ સ્મશાનગૃહની કાયાપલટ અર્થે શરૂ થયેલુ કામ પણ હાલ પુર્ણતાના આરે પહોચ્યુ છે.

શહેરમાં આવેલી આ સ્વર્ગપુરીની અનોખી કાયા પલટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૬૭ લાખની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી.ત્યારે જે તે સમયે તે વખતના ધારાસભ્ય મેધજીભાઇ કણજારીયા દ્વારા કામનું ખાતમુહુર્ત કરાયુ હતુ અને આ કાર્ય હાલ પુરજોશમાં ચાલુ છે. થોડા સમય પુર્વે વર્તમાન ધારાસભ્ય પુનમબેન માડમના હસ્તે આ સ્મશાનગૃહના આગળના આકર્ષક ગેઇટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આગળ વાંચો : વાઇફાઇ દ્વારા અંતિમવિધિ નિહાળી શકાશે