બંગાળી યુવતીને ગોંધી રાખનાર બોખો બંગલા માલિક કોણ ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એલસીબીએ ભોગગ્રસ્ત સાથે ગુપ્તરાહે શોધખોળ કરી

જામનગર શહેરમાં રહીશ જાદા આસામીએ બંગાળી યુવતિને સપ્તાહ સુધી પોતાના મકાનમાં ગોંધી રાખી રંગીલા હવસખોરાના હવાલે કર્યાની ઘટના સામે આવતા એલસીબીએ કમાન સંભાળી રંગીન મીઝાઝી માલેતુઝાર આસામી સુધી પહોચવા ચારેય દિશામાં શોધખોળ શરૂ કરી છે. જો કે બંગાળી યુવતિ મળી આવે કળાકા-ભડાકા થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

જામનગર શહેરમાં લાચાર યુવતિ પર ગેંગરેપ ગુજારાયાની ઘટના સનસનાટી મચી ગઇ છે. મૂળ કલકતાની રહેવાસી અને જામનગરમાં નોકરી કરતી બંગાળી યુવતિ તેના કલકતાના નિવાસ સ્થાન નજીક રહેતી એક લાચાર યુવતિ સુલતાના (કાલ્પનિક નામ)ને પખવાડીયા પૂર્વે નોકરીની લાલચે જામનગર લઇ આવી હતી. મોડી રાત્રે રેલવે સ્ટેશને ઉતર્યા બાદ સુલતાનાને શહેરના એક બંગલામાં આસરો આપી કલકતાની યુવતિ ચાલી ગઇ હતી.

ત્યાર બાદ બંગલામાં માલીકે બીજા જ દિવસે સુલતાનાને હવસખોરોના હવાલે કરી દીધી હતી. દિવસ-રાત સુધી સતત ૧૨ દિવસ સુલતાનાને નવા-નવા વાસના ભૂખ્યા વરૂઓએ પીંખી નાખી ગેંગરેપ ગુજાર્યો હતો. પોતાને દેહ વ્યાપારના ધંધામાં નાખી દેવાયાનું ભાન થતા સુલતાના પડી ભાંગી હતી.

દરમ્યાન દિવસે આવતી બંગલામાં માલીકની બહેન પણી સાથે સંબધ કેળવી મદદ કરવા કાકલુદી કરતા તેણીએ સુલતાનાને કેદ માંથી મૂકત કરાવી હતી. ત્યારબાદ રાજકોટ પહોચેલી ભોગગ્રસ્તએ સમગ્ર બનાવની પોલીસ સમક્ષ આપવીતી કહી હતી. ત્યાર બાદ જામનગર એલસીબીએ રાજકોટ દોડી જઇ સુલતાનાને સાથે લઇ જામનગરમાં આવી ધટના સ્થળ અને બંગલા માલીક સુધી પહોચવા કવાયત શરૂ કરી છે.

આસરે ૪૫ વર્ષના બંગલા માલીકને આગળના બે દાંત નહી હોવાનું ભોગગ્રસ્તે પોલીસમાં નિવેદન આપ્યું હતું. ઉપરાંત બંગલામાં એક મોટો કુતરો પણ મૌઝુદ હોવાની સુલતાનાએ વિગતો આપી હતી. નોકરીના બહાને હવસખોરોના હવાલે કરી દેનારી કલકતાની યુવતિ હાલ ગુમ થઇ ગઇ છે. પોલીસે તેણીની શોધખોળ માટે તેણીના મોબાઇલ નંબર મેળવવા પ્રયાસ કરી શહેરના બોખા આસામી સુધી પહોચવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.