દ્વારકા નજીક ગોપી તળાવમાં ડૂબી જતાં બે યુવાનનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચીકણી માટીમાં ખૂંપી જતાં યાત્રાળુ પરિવારમાં શોકનું મોજું

દેવભુમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નજીક આવેલા ગોપી તળાવમાં અકસ્માતે મહેસાણાના બે યાત્રાળુ યુવાનો ડુબી જતા સંઘમાં શોકનું મોઝુ પ્રસરી ગયું છે. તળાવ નીચેની ચિકણી માટીમાં ખુંપી જતા આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

પવિત્ર યાત્રાધામ દ્વારકાના દર્શને આવેલા મહેસાણા જિલ્લાના બાવાજી પરિવારના બે યુવાનો એક સાથે ભરખાઇ ગયાનો બનાવ બનતા બાવાજી પરિવાર શોકમાં ડુબી ગયો હતો. મહેસાણા જિલ્લાના સોગનપુર ગામનો બાવાજી પરિવાર ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સવારે ગોપી તળાવ પહોચ્યો હતો. યાત્રાળુ પરિવારના પાર્થગીરી સચદેવગીરી (ઉ.વ.ર૦) નામનો યુવાન મંદિર નજીક જ આવેલા ગોપી તળાવમાં રહેલી માછલીઓને ચારો ખવરાવવા કિનારે ગયો હતો.

જયાં તેનો પગ લપસતા તે તળાવમાં પડી ગયો હતો અને તળાવ નીચેની ચીકણી માટીમાં ખુંપી ગયો હતો. નાનાભાઇ મરણચીસો સાંભળી નજીકના જ રહેતા તેના મોટાભાઇ જયદેવગીરી સચદેવગીરી (ઉ.વ.૨૪) બચાવવા તળાવમાં પડયા હતાં પરંતુ ભાઇને બહાર કાઢવામાં તેઓ પણ ચિકણી માટીમાં ખૂંપવા લાગ્યા હતાં. ક્ષણવારમાં બન્ને ભાઇઓ પાણીમા ગરદ થઇ જતા તળાવ પરિસરમાં દોડધામ મચી ગઇ હતી. બન્ને ભાઇઓના પરિવારજનોએ આક્રદ કરતા ગમગીની પ્રસરી ગઇ હતી.