તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાએથી છૂટી તળાવમાં નહાવા પડેલા બે છાત્રો ડૂબ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામની ઘટના
- નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું


જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે તળાવમાં ન્હાવા પડેલા બે વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા નાનકડા એવા ધતુરિયા ગામે અરેરાટી ફેલાઇ ગઇ છે. દસ અને સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામના જેસાભાઇ વિરાભાઇ ભાટિયાનો પુત્ર વિપુલ (ઉ.વ.૧૫) તેમજ દેવાતભાઇ નારણભાઇ ભાટિયાનો પુત્ર હેંમત (ઉ.વ.૧૩) મંગળવારે સાંજે પાંચેક વાગ્યે શાળાએથી છુટી ઘર તરફ આવતા હતા ત્યારે રસ્તમાં આવેલા તળાવમાં આ બન્ને બાળકો ન્હાવા પડ્યા હતાં. જેમાં તળાવના ઉંડા પાણીમાં ગરક થઇ જતાં ડૂબી ગયા હતાં અને બન્નેના મૃત્યુ નિપજ્યા હતાં.

આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં સરપંચ રામશીભાઇ ભાટિયા સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને બન્ને બાળકોને તળાવમાંથી બહાર કાઢયા હતાં. જો કે, સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નપિજતા આહિર પરિવાર સહિત નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.