ભાણવડ પાસે કાર પલટી જતાં મામા-ભાણેજનાં કમકમાટી ભર્યા મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જામનગરનો પરિવાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી પરત ફરતો હતો

ભાણવડ નજીકના મોટી ગોપ ગામના પાટિયા પાસે કાર પલ્ટી જતાં સર્જાયેલા અકસ્માતમાં મામા-ભાણેજના મૃત્યુ નિપજતા જામનગરના મુસ્લિમ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગરના ખોજાનાકા બહાર સિલ્વર સોસાયટીમાં રહેતાં મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો પોતાના સંબંધીને ત્યાં યોજાયેલા લગ્નપ્રસંગમાં હાજરી આપી ગત રાત્રે ભાણવડથી પરત જામનગર આવતાં હતાં. ત્યારે મોટી ગોપના પાટિયા પાસે જીજે-૧૩-એફ-૧૮૧૧ નંબરની એસન્ટકાર એકાએક રોડ નીચે ઉતરી જઇ ઝાડ સાથે અથડાઇ ગઇ હતી.

જેમાં ચાલક હાજીભાઇ સતારભાઇ ઓડિયા (ઉ.વ.૨૫) અને યુનુસભાઇ કરીમભાઇ ભીલુડીયા ભાગે ગંભીર ઇજા પહોંચતા બન્નેના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અન્ય ચાર યુવાનો હુશેન સતારભાઇ, હસન સતારભાઇ, શાહનવાઝ વલીમામદ અને આદિલ હસનભાઇને ને નાની-મોટી ઇજા પહોંચતા તાત્કાલીક જામનગર હોસ્પિટલ ખસેડાયા હતાં. જામનગરનો મુસ્લિમ પરિવાર પોતાના સંબંધીને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત જામનગર આવી રહયા હતાં ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.