ખંભાળિયા નજીક સર્જાયો અકસ્માત, તેલ ભરેલું મેટાડોર પલટી ગયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આડે ભેંસ ઉતરતા તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો

ખંભાળિયા નજીક હંસ્થળ પાટીયા પાસે તેલના ડબ્બાઓનો જથ્થો ભરીને દ્રારકા તરફ જતું મેટાડોર પલટી ગયુ હતુ.ભેંસ આડે ઉતરતા તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હોવાનું જાહેર થયુ છે.આ બનાવને પગલે તેલનો કેટલોક જથ્થો માર્ગ ઢોળાઇ ગયાનું પણ બહાર આવ્યુ છે.

ખંભાળિયા-દ્રારકા હાઇ વે પર અત્રેથી આશરે ચૌદ કિલોમીટર દુર હંસ્થળના પાટીયા પાસે મંગળવારે મોરબીથી ૭૫૦ ડબ્બા તેલના ભરીને દ્રારકા તરફ જઇ રહેલું મેટાડોર નં. જીજે ૩ એ.ટી. ૪૯૨૬ આડે ભેંસ ઉતરતા તેને બચાવવા જતા આ મેટાડોરનો અકસ્માત સર્જાયો હતો.

જેના કારણે મેટાડોરમાં રહેલું તેલ ઢોળાઇ ગયાની જાણ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા કલીનર નવલભાઇ વેરશીભાઇ આતરેચાએ પોલીસને કરી હતી. આ અંગે વડત્રા આઉટ પોષ્ટના હેડ કોન્સ. વી.બી. રાઠોડે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. મેટાડોરમાંથી તેલ ઢોળાયું હોવાના સમાચાર આજુબાજુના વિસ્તારમાં પ્રસરી જતાં લોકો એકઠું કરવા માટે વાસણો લઇ ઉમટી પડ્યા હતાં.