તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારી મહામંડળ તળાવ ઉપર પાવડા અને કોદાળીઓ લઇને ઉતરી પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રજાને પાંચ વર્ષે પણ હિ‌સાબ આપવો પડે, એ અવસર દૂર નથી
- ઘર્ષણમય આંદોલનની ચીમકી : વિકાસના નામે તળાવને વિકૃત કરાતું હોવાનો આક્ષેપ


જામનગરના રણમલ તળાવની પાળે હાથ ધરાયેલા બ્યુટીફીકેશન કામના વિરોધ માટે હવે વેપારી મહામંડળ પાવળા અને કોદાળીઓ લઇને ઉતરી પડશે માટે એક રીતે ઘર્ષણમય આંદોલનની ચિમકી આપવામાં આવી છે કેમ કે આ સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે વિકાસના નામે તળાવને વિકૃત કરવાનું આ કૃત્ય છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત ડીસેમ્બર માસથી હાથ ધરાયેલા રણમલ તળાવ બ્યુટીફીકેશન પ્રોજેકટની કામગીરી અટકાવવા માટે જામનગર વેપારી મહામંડળે રજુઆત કરી છે અને જણાવ્યું છેકે, સિમેન્ટ ક્રોકીંટનું બાંધકામ તળાવની પાળે કરવામાં આવશે તો તે તળાવના પ્રાકૃતિક વાતાવરણને નષ્ટ કરી દેશે.

આ સંગઠને ટકોર કરી છે કે મહાપાલિકાનું તંત્ર એ વાત ભુલી ગયું લાગે છેકે પ્રજાને એક-એક વાતનો હિ‌સાબ આપવો પડે છે અને ભલે એ અવસર પાંચ વર્ષે આવે પરંતુ તે હવે દુર નથી તેમ પણ એક નિવેદનમાં જણાવ્યું છે.મનપા દ્વારા ખાસ કરીને આ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં નહી આવે તો ના છુટકે વેપારી મહામંડળ પ્રજાને સાથે રાખીને તળાવની પાળે પાવળા, કોદાળીઓ લઇને ઉતરી પડશે અને તળાવની પાળના કામ અટકાવવા સંઘર્ષમય માર્ગ અપનાવતા અચકાશે નહી તેવી ચમકી આપી છે.

ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવા જામનગરના વેપારીઓ છેક દિલ્હી જશે
રણમલ તળાવના બ્યુટીફીકેશનનો બિન જરૂરી છે તેવો પ્રોજેકટ વાયુવેગે થાય છે તથા બહોળા પ્રમાણમાં અભિપ્રાય લીધા વગર થાય છે માટે આ પ્રોજેકટ અટકાવવો જરૂરી છે જેથી ભાજપ શાસિત જામનગર મહાપાલિકા સામે રજુઆત કરવા જામનગર વેપારી મહામંડળ આગેવાનો આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનના પદના આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર નરેન્દ્રભાઇ મોદીને આ અંગેની લડત અંગે તથા જનઆંદોલન અંગે વાકેફ કરવા જશે. આ માટે તેઓ તા. ર૭ના નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી વેપારી મહાસંમેલનને સંબોધન કરવાના છે તેથી છે..ક દિલ્હી જશે.

૩૩ વર્ષથી તો કંઇ સુવિધા માટે ગંભીરતા દાખવાઇ નથી તળાવ મુદ્દે આપએ ઝંપલાવ્યું
નગરની મધ્યમાં આવેલા તળાવની પાળ ઉપરના બ્યુટીફીકેશનના પ્રોજેકટના વિરોધના મામલે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે અને એક નિવેદનમાં જણાવાયું છે કે ૧૯૮૦થી અત્યાર સુધી એટલે કે ૩૩ વર્ષ તળાવની પાળ ઉપર કોઇ સુવિધા કરવામાં આવી નથી કે આ બાબતે કોઇ ગંભીરતા પણ દાખવાઇ નથી તો ઓચિંતો જ આ પ્રોજેકટ પુરો કરવામાં શા માટે મરણીયા પ્રયાસ થાય છે ? તેવો વેધક પ્રશ્ન કરીને આ પ્રોજેકટના કારણે તળાવની પાળ નીચેના લગત વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાઓ સર્જા‍શે તેમ જણાવી આ પુરાતત્વીય માળખાને યથાવત જાળવી રાખવામાં આવે તેવી માંગણી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો