પ૧ ટકા યુવા મતદારો આજે નક્કી કરશે જામનગરના ઉમેદવારનું ભાવિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૪.૬૮ લાખ મતદારોનું આજે પર્વ,
- મતદાન દિવસ ; ૧૬મી લોકસભામાં સાતમા તબક્કામાં ગુજરાતમાં મતદાન : જામનગર લોકસભા બેઠક હેઠળના
-
યુવા મતદારો નોંધપાત્ર : ૧૬૬પ મતદાન મથકોએ સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન

૧૨-જામનગર લોકસભા બેઠકમાં બુધવારે સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે આ બેઠક હેઠળના ૧૪.૬૮ લાખ મતદારો સવારથી મતદાન માટે સક્રિય થઇ રહયા છે અને મતદાન મથકોએ ધીમે-ધીમે ઘસારો થાય તેવું અનુમાન છે.

સોળમી લોકસભા ચૂંટણીની ગત તા.૩ માર્ચના જાહેરાત થયા બાદ વિધિવત જાહેરનામાઓની તબકકાવાર પ્રસિધ્ધિઓ થઇ અને છ તબકકાઓ મતદાના પૂર્ણ થયા અને હવે તા.૩૦નો સાતમો તબકકો યોજાયો છે.જામનગર અને દ્વારકા જિલ્લાના મળીને દસ તાલુકાઓનો વિસ્તાર જેમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. તે ૧૨-જામનગર લોકસભા બેઠક હેઠળ આવે છે. જયાં ૧૬૬પ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે અને દરેક મથકે એવરેજ પ થી ૭ કર્મચારીઓ ઉપરાંત સુરક્ષા કર્મચારીઓ, સુપરવિઝન કરતા કર્મચારીઓ વગેરે મળીને ૧૧પ૦૦ થી વધુ સ્ટાફ ફરજ ઉપર છે. જામનગર લોકસભા બેઠક હેઠળના વિસ્તારોમાં વધુ જૂથ મુજબ જોઇએ તો યુવા મતદારોની નોંધપાત્ર એવી પ૧ ટકા સંખ્યા છે. જયારે બાકીના ૪૯ ટકામાં પ્રૌઢ અને વૃધ્ધ મતદારોને સમાવેશ થાય છે.

આગળ વાંચો વધુ વિગત