ઓખાનો ચોરને જામનગરમાં દબોચી લેતી પોલીસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દાગીના-રોકડ સહિત સાડા ત્રણ લાખની મતા કબજે કરતી પોલીસ

ઓખામાં બંધ મકાનમાં હાથફેરો કરનાર મકાન માલિકના કૌટુંબીક ભત્રીજાને સીટી-બી ડીવીઝન પોલીસે પકડી પાડયો છે, પેાલીસે આરોપી પાસેથી દાગીના અને રોકડ સહિતનો સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઓખામાં ગાંધીનગરી વિસ્તારમાં રહેતા રેલવે કર્મચારી કાનજી રામજીભાઇ કંસારા ગત તા. રપમીના જામનગર ખાતે પરિવાર સાથે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. દરમ્યાન બંધ રહેલા મકાનમાં રૂ. ૨.૭૮ લાખના દાગીના અને રૂ. ૩૦ હજારની રોકડની ચોરી થવા પામી હતી. આ બનાવની મકાનમાલિકે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જામનગરમાં જનતા સોસાયટીમાં રહેતા અરવિદ ઉર્ફે અક્ષય માવજી કંસારા નામનો શખસ આ ચોરીમાં સંડોવાયો હોવાની અને ચાંદી બજારમાં દાગીના વેચવા જવાનો હોવાની સીટી-બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી.
આ બાતમીના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડયો હતો. દરમ્યાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા અક્ષય કંસારાને પોલીસે આંતરી લઇ ઝડતી લીધી હતી. જેમાં આ શખસ પાસેથી સોનાના દાગીના અને રોકડ મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દામાલ ઓખામાં રહેતા કાકાને ત્યાંથી ચોરી કર્યો હોવાની કબુલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી અક્ષય રીઢો તસ્કર હોઇ અગાઉ પણ પોલીસના હાથે પકડાયો હતો.