જામનગરમાં કુરિયર પેઢીમાંથી રોકડની ઉઠાંતરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાણી પીવાના બહાને આવેલી ત્રણ મહિલાઓ ટેબલના ખાનામાંથી રોકડ રકમ સેરવી લઇ પલાયન થઇ ગઇ

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ફરિયાદની દુકાનમાં પાણી પીવાના બહાને ઘૂસેલી ત્રણ મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી ટેબલના ખાનામાંથી રૂ.૧૪ હજારની રોકડ સેરવી ગઇ હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

શહેરમાં ચકચારી બનેલા આ બનાવની પ્રાપ્તવિગત અનુસાર, દિગિ્વજય પ્લોટ-૪૯ રોડ પર ઇશ્વરકૃપા બિલ્ડીંગમાં ૪ નંબરની દુકાનમાં બ્લેસ પ્લેચ નામની કુરીયરની ઓફીસમાં શુક્રવારે બપોરે ૧૨-૩૦ વાગ્યા દરમિયાન લીલા કલરની સાડી પહેરેલી ત્રણ અજાણી મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી. પાણી પીવું છે, તેમ કહેતાં દુકાનમાં નોકરી કરતાં ગીરીરાજસિંહ વેલુભા જાડેજા પાણી ભરવા ગયા હતાં.

આ સમયે નજર ચૂકવી ટેબલના ખાનામાંથી રૂ.૧૩૯૦૦ની રોકડ કાઢી પરત ટેબલનું ખાનુ દઇ ત્રણેય મહિલાઓ પાણી પી ને ચાલી ગઇ હતી. દરમિયાન ટેબલનું ખાનુ ખોલતા ગીરીરાજસિંહને સીફતતાપૂર્વક આચરવામાં આવેલી ચોરીનો ખ્યાલ આવ્યો હતો. જેથી ગરાસિયા યુવાને ત્રણેય અજાણી મહિલાઓ સામે સીટી-એ ડિવીઝન પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી.