તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં વધુ એક કારખાનાને નિશાન બનાવી તસ્કરી કરતા ચોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચિંથરે હાલ - કાયદો અને વ્યવસ્થાની બદતર સ્થિતિ
અન્ય બે કારખાનામાં ચોરીનો પ્રયાસ કરાયો


જામનગરમાં સતત વધતા જતાં ચોરીના બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. દિગ્વિજય પ્લોટ-પ૪માં આવેલા એક કારખાનામાં સવા લાખના મુદામાલની ચોરી થવા પામી છે. જયારે અન્ય બે કારખાનામાં ચોરીના પ્રયાસ થયા હોવાનું જાણવા મળ્યું છે. જામનગરમાં છેલ્લા એક સપ્તાહના ગાળામાં સક્રિય થયેલા તસ્કરોએ એક દિવસનો પણ વિરામ નહીં રાખી ચોરીના બનાવોને સતત અંજામ આપ્યા છે.

જ્યારે બુધવારે રાત્રે દિગ્વિજય પ્લોટમા-પ૪માં આવેલા નટરાજ ઇન્ડસ્ટ્રીઝ નામના બ્રાસના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. જેમાં કારખાના અંદરથી આશરે ૮પ કિલો જેટલો પીતળનો છોલ અને એક ઇલેકટ્રીક મોટા સહિ‌ત રૂ.૧૨પ૦૦૦નો મુદામાલ હાથવગો કરી નાશી ગયા હતાં. જ્યારે આ કારખાનાની બાજુમાં આવેલા અન્ય બે કારખાનામાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે જાણ થતાં પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. શહેરમાં કોઇ તસ્કર ટોળકી જાગૃત થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો