તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોએ બોણી કરી : દ્વારકામાં બંધ મકાનમાંથી ૧.૨૮ લાખની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાર કલાક બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
- જાણભેદુ હોવાની શંકાના આધારે તપાસ


દ્વારકામાં જલારામ સોસાયટીમાં માત્ર ચાર કલાક બંધ રહેલા મકાનને નિશાન બનાવી ખાબકેલા તસ્કરો રૂ.૧.૨૮ લાખની માલ મતા ઉસેડી ગયા છે.

દ્વારકામાં જલારામ સોસાયટીમાં જલારામ મંદિર પાછળ રહેતા અને યજમાન વૃતિ કરતા પુષ્કરભાઇ કાનજીભાઇ ઠાકરના ગત તા.પમીના સાંજે ૭-૩૦ થી ૧૧-૩૦ વાગ્યા સુધીના ચાર કલાક બંધ રહેલા મકાનને કોઇ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશેલા કોઇ શખ્સોએ રૂમમાં જ રાખેલી ચાવી શોધી કાઢી હતી અને કબાટ ખોલી, અંદરથી રૂા.૧,૦૮,૭પ૦ની કિંમતના સોનાના દાગીના તથા રૂા.૨૦ હજારની રોકડ સહિ‌ત રૂ.૧,૨૮,૭પ૦ની ચોરી કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે મોડી રાત્રે પરત ફરેલા વિપ્ર મકાન માલિકને જાણ થતાં તેઓએ પોલીસ દફતરે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાને પગલે પીઆઇ વી.ડી.વાળા સહિ‌તનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તસ્કરોએ રૂમ અંદર રહેલી ચાવી દ્વારા ચોરી કરતા પોલીસે આ ચોરીમાં જાણભેદુ શખ્સો દ્વારા આચરવામાં આવી હોવાની આશંકા દર્શાવી હતી. પોલીસે આ બનાવની વિગતવાર તપાસ શરૂ કરી હતી.