તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર: સ્વાઇનફ્લૂના ભરડા વચ્ચે તંત્રના તાબોટા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કમનસીબી | દસ દિવસમાં 3 જિંદગી H1N1 નામના ઘાતક વાઇરસમાં હોમાઇ જવા પામી છે
- આરોગ્ય અને વહીવટી તંત્ર સફાળુ પણ જાગ્યું નહી માત્ર મિટીગોથી સંતોષ માની લેવામાં આવ્યો

જામનગર: જામનગરમાં ઘાતક રોગ સ્વાઇનફલુના ભરડામાં દસ દિવસમાં ત્રણ જિંદગી હોમાઇ હોવા છતાં તંત્ર સફાળુ જાગ્યું નથી અને માત્ર મિટીગ કરીને જ સંતોષ માન્યો છે. H1N1 પ્રકારના આ વાયરસે વર્ષ-2014ના અંતિમ તબકકામાં કડીયાવાડમાંથી એક જિંદગી ભરખી લીધા બાદ પણ તંત્રની નિંભરતા રહી અને હવે તો છેલ્લા દસ દિવસમાં સ્વાઇનફલુના કારણે ત્રણ મૃત્યુ થયા છે અને બે પોઝીટીવ કેસ તથા 3 શંકાસ્પદ કેસ દાખલ છે ત્યારે જી.જી. હોસ્પિટલમાં આ માટેના ખાસ વોર્ડમાં 10 બેડ તેમજ અન્ય તકેદારીના સાધનો તથા દવાઓની પુરતી વ્યવસ્થા હોવાનું ડો. ચેટરજીએ જણાવ્યું છે પરંતુ નગરમાં ઠેર-ઠેર ગંદકી, કચરાના કારણે સ્વ્ચ્છતાનો અભાવ હોય રોગચાળાને સતત નોતરૂ દેવાતું હોય તેવી સ્થિતિ સર્જાતી જ રહે છે તે સફાઇ તંત્ર હજુ પણ ઊંધમા છે માત્ર એકલ દોકલ વિસ્તારમાં સફાઇ કરાવીને કે કચરા ઉપડાવીને સંતોષ મનાય છે જેના કારણે જન આરોગ્ય ઉપર જોખમ ઘેરૂ બન્યું છે બીજી તરફ મોટા ફંકશન, પ્રસંગ તેમજ ગીરદીવાળા સ્થળોએ લોકોએ શું સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન પણ વ્યાપક પ્રમાણમાં અપાતું નથી.

બાબુઓ મિટિંગમાં જ વ્યસ્ત છે...!

મનપા જેવી સ્થાનિક સ્વરાજયની સંસ્થા તેમજ સરકારી હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તંત્રએ રોગચાળાના ભરડા વખતેની સ્થિતિમાં સૌ પ્રથમ લોકોના આરોગ્યની ચિંતા કરવાની જરૂર છે પરંતુ તે બાબતો કોરણે મુકીને રૂટીન સ્ટાફ મિટીગ, અર્થહીન સુચનાઓ, સ્વકેન્દ્રી ફાઇલના નિર્ણયો લેવા વગેરેમાં જ વ્યસ્ત રહે છે તેમજ હાલ તો લગભગ અધિકારીઓ પાસે બહાનું છે કે અમે પ્રજાસત્તાક પર્વની તૈયારીમાં લાગ્યા છીએ તેમાંય બંધ રૂમમાં મિટીગ થાય છે કાર્યક્રમોના સ્થળોની મુલાકાત તો જુજ લેવાય છે.
મોબાઇલવાનની જરૂર

જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં સ્વાઇનફલુના પરીક્ષણ કરવા માટે તથા તકેદારી રૂપે પ્રીવેન્ટીવ મેડીસીન વિતરણ કરવા માટે જુદી-જુદી મોબાઇલવાનની તાતી જરૂર છે.

સફાઇ બાબતે તંત્રની નિંભરતા

શહેરમાંથી સૌથી વધુ સફાઇ ન થતી હેાવાની ફરિયાદ કોર્પોરેશનના ટોલ ફી નંબર ઉપર આવે છે રોજની 300 કમ્પ્લેઇનમાંથી 150થી વધુ આવી ફરિયાદ હોય છે જેનો દરરોજ નિકાલ કરવામાં તંત્ર ઉણું ઉતરે છે.

બાયોવેસ્ટ સહિતના પ્રદૂષણ

શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરીક માર્ગો, વિસ્તારો ખુલ્લા મેદાનો વગેરે આજુબાજુ બાયોવેસ્ટ સહિતના કચરા-ગંદકી ઉડે છે જેની સફાઇ માટે ગંભીરતા દાખવાતી નથી તે કમનસીબી છે કેમ કે, બાયોવેસ્ટથી વાયરસ ફેલાય છે.