જામનગર: કોલકાતાથી વિવેકાનંદ રથ છોટીકાશી આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાર્ધશતાબ્દી: સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતી નિમિત્તે કરવામાં આવેલું આયોજન
- વિવેકાનંદના જીવન-સંદેશને કેન્દ્રમાં રાખી જાહેરસભાનું આયોજન

જામનગર: ભારતના સપૂત એવા સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ નિમીતે સમગ્ર દેશની યાત્રા માટે કોલકતાથી વિવેકાનંદ રથ નીકળ્યો છે. આ રથયાત્રા હાલ ગુજરાત આવી પહોંચી છે અને આગામી બુધ-ગુરૂવારના રોજ જામનગરમાં રોકાશે. સ્વામી વિવેકાનંદનો જીવન સંદેશો યુવા પેઢીને મળે તે માટે શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતની યુવા પેઢીને આધ્યાત્મિક વારસાનું જ્ઞાન આપનાર પોતાની જાનના જોખમે પણ સુરવીર અને ચારીત્રયવાન બનવાનો સંદેશો આપનાર સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવવા જઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ અને આદર્શો વિશે આજની યુવા પેઢી જાણે તે માટે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે રથ કોલકતાથી પ્રસ્થાન લઇ સમગ્ર ભારતની યાત્રા પુરી કરી હાલ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યો છે. આગામી બુધ-ગુરૂવાર દરમ્યાન બે દિવસ છોટીકાશીમાં રોકાશે. આ બે દિવસ દરમ્યાન બુધવારે નેશનલ સ્કૂલ તેમજ આયુર્વેદીક યુનિવર્સીટીના છાત્રોને તથા ગુરૂવારના એ.બી. વિરાણી કન્યા વિધાલયના છાત્રોને સ્વામી વિવેકાનંદના જીવન અંગે તથા વિચારોની માહીતી આપવામાં આવશે અને બુધવારે રાત્રે 8 થી 10 દરમ્યાન ડીકેવી સર્કલ તથા ગુરૂવારે રાત્રે 8 થી 10 દરમ્યાન જામનગરની સંસ્કારપ્રિય જનતાને તેમના આધ્યાત્મિક વારસાનું તથા નૈતિક મુલ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે જાહેરસભાનું પણ આયોજન કરાયું છે. જાહેર સભા સંબોધી આ રથયાત્રા કચ્છ તરફ પ્રવાસે નીકળશે તેમ જણાવવામાં આવ્યું છે.

ખંભાળિયામાં આજે સ્વાગત થશે

દ્વારકાથી આવનાર આ રથનું ખંભાળિયાની સમગ્ર શાળાઓ દ્વારા સ્વાગત થશે. તથા રથનું પ્રદર્શન તથા કાર્યક્રમ એસએનડીટી હાઇસ્કૂલ ખાતે બપોરે 3 થી 5 વાગ્યે રાખવામાં આવ્યું છે. આ રથનું પ્રદર્શન તથા સ્વામી વિવેકાનંદના રાજકોટના રામકૃષ્ણ મિશનના સંતો આધ્યાત્મિક પ્રવચનો આપશે તથા સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.