જોડિયામાં પરીક્ષા આપવા આવતા છાત્રો માટે અનોખી ભોજન વ્યવસ્થા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વ. હેમતભાઇ માડમ ટ્રસ્ટનું આયોજન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષા દરમ્યાન જિલ્લાના જોડિયા તાલુકાના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવતા તાલુકાભરના તમામ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો, શિક્ષકગણ, વાલીઓ, તેડવા-મુકવા આવતા વાહન ચાલકો, પરીક્ષાના વ્યવસ્થાપકો માટે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે પરીક્ષાના તમામ દિવસોમાં પેપર પૂર્ણ થયા પછી બપોરે બોર્ડની પરીક્ષા દરમ્યાન અંદાજે ૬ હજાર જેટલા પરીક્ષાર્થીઓ સહિ‌તની વ્યકિતઓએ આ ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો.
ભોજન વ્યવસ્થાના અંતિમ દિવસે જોડિયાના દરબારગઢ વિસ્તારમાં આવેલી તાલુકા શાળા નં. ૧ના મધ્યસ્થ ખંડમાં સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ તથા ખંભાળિયા-ભાણવડ મત વિસ્તારના ધારાસભ્ય પૂનમબેન માડમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાલાવડ મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સન્માન સમારોહમાં જોડીયાની વિવિધ સંસ્થાઓ તેમજ પરિવારો તરફથી પૂનમબેન માડમનું સ્મૃતિ ચિન્હ તથા શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.