- શ્રીવિદ્યા એ જ બ્રહ્મવિદ્યા- સદાનંદ સરસ્વતીનો બોધ
- નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનું મહત્ત્વ છે
- શંકરાચાર્યજીના મુખ્ય શિષ્યએ મંત્ર વિદ્યાનું પણ મહત્ત્વ દર્શાવ્યું
દ્વારકા : સ્વામી સદાનંદ સરસ્વતી, શારદાપીઠ દ્વારકા એ નવરાત્રીનું મહત્વ દર્શાવતા જણાવ્યું હતું કે, શ્રીવિધા શબ્દથીતિ્રપુરસુંદરજીના મંત્ર તથા તેમની અિધષ્ઠાત્રી દેવતા બન્નેના બોધ થાય છે. સામાન્ય: શ્રી શબ્દનો લક્ષ્મી અર્થ પ્રસિદ્ધ છે. પરંતુ હરિતાયન સંહીતા, બ્રહ્માંડપુરાણોતરખંડ જેવા પુરાણ અને ઇતિહાસમાં વર્ણીત કથાઓથી જાણવા મળે છે કે શ્રી શબ્દનો મુખ્ય અર્થ તો મહાત્રિપુરસુન્દરી જ છે. મહાલક્ષ્મીજીએ મહાત્રિપુરસુન્દરીજીના બહુત સમય સુધી આરાધના કરીને અનેક વરદાન પ્રાપ્ત કર્યા.
તેમાંથી જ શ્રી શબ્દના નામથી પ્રસિદ્ધ પ્રાપ્ત કરવાનું એક વરદાન પણ હતું. ત્યારથી શ્રી શબ્દનો અર્થ મહાલક્ષ્મી થવા લાગ્યો. એટલે કે શ્રી શબ્દનો મહાલક્ષ્મી અર્થ ગૌણ છે. શ્રી એટલે મહાત્રિપુરસુન્દરી પ્રતિપાદિકા વિધામંત્ર એ જ શ્રીવિધા છે. વાચ્ય અને વાચકનો અભેદ જાણીને આ મંત્રના અિધષ્ઠાત્રી દેવતા પણ શ્રીવિધા કહેવામાં આવે છે.
સામાન્યત: શ્રી શબ્દનો અર્થ શ્રેષ્ઠતા જણાવે છે. સન્માનીય વ્યકતીઓના નામની આગળ શ્રી શબ્દનો પ્રયોગ કરવામાં આવે. શ્રેષ્ઠતા મુજબ 3,4,5, 6 વાર સુધી શ્રી શબ્દનો પ્રયોગ કરવા માટે શાસ્ત્રમાં પ્રમાણ જોવા મળે છે. આજકાલ તો સંપ્રદાયાચાર્યોના નામની પાછળ 1008 વાર સુધી શ્રી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલા માટે આ સિધ્ધ છે કે શ્રી શબ્દ શ્રેષ્ઠતા તથા પુજયતાનો સુચક છે. પરંતુ સર્વશ્રેષ્ઠ તો પરબ્રહ્મ જ છે.
બ્રહ્મની કલાનો અંશની સુચના શ્રી શબ્દ દ્વારા થાય છે. જેનામાં થોડી ઘણી પણ બ્રહ્મકલાનો અંશ પ્રકટ થાય છે તેને શ્રી શબ્દથી અલંકૃત કરવામાં આવે છે. જેવી રીતે શ્રીવિષ્ણુ, શ્રીશીવ, શ્રીકાલી, શ્રીદુર્ગા, શ્રીકૃષ્ણ વગેરે. સર્વકારણભૂતા આત્મશ િકતતિ્રપુરેશ્વરી સાક્ષાત બ્રહ્મસ્વરૂપીણી હોવાને કારણે શ્રી શબ્દથી પ્રચલીત છે તેમ પણ ઉમેર્યુ હતું.