લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર SMS કરે તે પણ ખર્ચમાં ગણાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- દરેક જિલ્લામાં રાજકીય પક્ષો સાથે બેઠક કરીને અલગ-અલગ ભાવપત્રક બનાવાયા
- ટેલિવિઝન પ્રસારણની દરરોજ સીડી મોકલવા અને ચૂંટણી સંબંધી પ્રકાશન માટે રેકર્ડ ફરજિયાત :
- ઇલેકટ્રોનિક મીડિયા ઉપર પ્રચાર સંબંધી નિયંત્રણ : ખર્ચ દેખરેખ માટે સ્ટેટિક અને ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત


લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ આચાર સંહિ‌તાની અમલવારીના એક પછી એક ફરમાન છૂટવા લાગ્યા છે અને ખર્ચથી માંડી પ્રચાર સહિ‌તના મુદ્દે તથા જાહેર સ્થળોના ઉપયોગના મુદ્દે નિયંત્રણ દર્શાવતા હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ચા થી માંડી હોટલ ખર્ચ સુધીના ભાવપત્રક નિયત કરાયો છે. તો ઉમેદવાર દ્વારા કરાતા એસ.એમ.એસ. સહિ‌તના ખર્ચાઓની નોંધ ફરજીયાત થશે તે ઉપરાંત ટેલીવિઝન પ્રસારણો અંગે પણ નિયમો અમલમાં આવ્યા છે અને તેના અમલીકરણ માટે એકદંર સ્ટેટીક અને ફલાઇંગ સ્કવોડ કાર્યરત થઇ ગઇ છે.

લોકસભા ચૂંટણી જાહેર થતાં જામનગર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઅએ રાજકીય પક્ષોના ઉમેદવારો આગેવાનો સાથે મીટીંગ કરી ચા, પાણી, ફુલહારથી માંડી મંડપ-હોટલ ખર્ચ સહિ‌તના ભાવ નિયત કરતું પત્રક આખરી કર્યું છે. જે પ્રમાણે ખર્ચ ગણાશે જેમાં ચાના રૂા. પ, સાદુ જમણ, મીષ્ટાનવાળુ ભોજન, મંડપ, બેનર, વિડિયોગ્રાફી, પાણી, નાસ્તા, હોટલ, સ્ટેજ, વાહન વગેરે માટેના ખર્ચ પત્રક મુજબ ઉમેદવારને લગત ખર્ચની જે મર્યાદા રૂા.૭૦ લાખ છે તેમાં ગણાશે. નાનામાં નાની બાબતથી માંડી મોટામાં મોટી બાબતના ખર્ચનો તેમાં સમાવેશ છે. જેમ કે, ઉમેદવાર એસએમએસ કરે તો પણ તેના ખર્ચ કંપનીઓના દર મુજબ ગણાશે.બીજી તરફ રફ પ્રિન્ટીંગ પ્રેસ માટે સુચના અપાઇ છે કે પ્રકાશનમાં મુદ્રક, પ્રકાશનના નામ ફરજિયાત પ્રસિધ્ધ કરી નામ-સરનામા સહિ‌તની વિગત ઓળખની વિગતના એકરારનામા રાખવા પડશે તથા વધારામાં આવી પ્રસિધ્ધિની નકલ કલેકટરને મોકલવી પડશે.

ઉપરાંત ટેલીવિઝન ઉપરથી પ્રસારણ થતાં તમામ કાર્યક્રમોની દર ૨૪ કલાકની સીડી દરરોજ કલેકટરને પહોંચાડવાની રહેશે. ઉપરાંત આવા પ્રસારણ ટીવી, રેડીયો વગેરેથી થતાં હોય તેમાં આચારસંહિ‌તા ભંગ ન થાય તે જોવાનું રહેશે નહીં તો પગલાં લેવાશે. આવા તમામ પ્રકારના પ્રસારણની સીડી, ડીવીડી તંત્રને પહોંચાડવાની રહેશે. તેમજ ઇલેકટ્રોનિકસ મીડિયાના પ્રસારીત કરવાની થતી જાહેરાત સાત દિવસ પહેલા મીડિયા સર્ટીફિકેશન એન્ડ મીડિયા મોનીટરીંગ કમીટી પાસે મંજૂર કરાવવાની રહેશે.

પાણીના ૧પ, સાદુ ભોજન ૬૦, મીઠાઇ સાથે ૮૦
લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમેદવારના ખર્ચ અંગેનું પત્રક નિયત કરાયું છે. જે મુજબ પીવાનું પાણી ૧ લીટરના રૂા.૧પ, ચા નાસ્તાના ૧પ, ચા ના રૂા.પ, સાદુ ભોજન રૂા.૬૦, મીઠાઇ સાથે રૂા.૮૦, એસએમએસ કંપની રેટ મુજબ, બળદગાડુ-ઉંટગાડી કે ઘોડાગાડીના ૧ દિવસના રૂા.૮૦૦, કાર ભાડુ ઇનોવા વગેરે એ.સી. ૧૨, નોન એસી ૧૧, ટાવેરા ૮ અને ૧૦, અન્ય કારના સાત અને આઠ ગણાશે. તેવી જ રીતે મંડપ, બેનર, બેરીકેટીંગ, પાણીના પીપ, કાર્યાલય, વાડી, હોટલરૂમ વગેરે માટે ભાવ નિયત કરાયા છે. ઉપરાંત વિડિયો પ્રોજેકટ, વીસીડી પ્લેયર, સીડી વગેરેથી થતાં પ્રચારના ખર્ચની રકમ નકકી કરાઇ છે.

પ૦ હજારથી વધુની રોકડ, ૧૦ હજારથી વધુનું સાહિ‌ત્ય જપ્ત
લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી દેખરેખ રાખવા માટે ૧૧ ફલાઇંગ અને ૨૧ સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં એક એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, પોલીસ કર્મચારી તથા વિડીયોગ્રાફર રહેશે. જે વાહનમાં હેરફેર થતી રોકડ અંગે ચેકીંગ કરશે. તેમજ ફલાઇંગ સ્કવોડના કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા છે. આ સ્કવોડોને તપાસ દરમિયાન કોઇ વાહનમાંથી રૂા.પ૦ હજાર રોકડા લઇ જવાતા ઝડપાશે તો તે રકમ જપ્ત થશે. તેમજ તે વાહનમાં રૂા.૧૦ હજારથી વધુ મુલ્યના ચૂંટણી સંબંધી ચોપાનીયા, ભીંતપત્રો, બેનર મળી આવશે. તો તે પણ જપ્ત થશે. એટલું જ નહીં દારૂ, હથિયાર, નશાકારક ચીજો જે હેરફેર થતી હશે તો તે પણ જપ્ત કરાશે. આ તમામ કાર્યવાહીનું વિડીયો રેકોડ`ગ કરાશે અને આગળની પ્રક્રિયા કરાશે.