તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Six Pakistani Fisherman Investigation In Jamnagar Okha

છ પાકિસ્તાનીની ઓખામાં પૂછપરછ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોસ્ટગાર્ડની મીરાબાઇ શિપે જખૌના દરિયામાંથી પકડી પાડયા હતા
- માછીમારી કરતાં ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યાનું તપાસમાં ખુલ્યું

જામનગર: ભારતના દરિયાઇ વિસ્તારમાં પાકિસ્તાની બોટ અવાર-નવાર ઘુસણખોરી કરતી હોય છે. દરમ્યાનમાં રવિવારે ભારતના દરિયામાં ઘુસી આવેલી પાકિસ્તાનની અલરહીમ બોટને 6 પાકિસ્તાનીઓ સાથે ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડયા હતાં અને ઓખા જેટીએ લઇ આવવામાં આવ્યા હતા અને તેનું ઇન્ટરોગેશન કરાયુ હતું. પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાની માછીમાર હોવાનું જાણવા મળ્યુ હતું.

ભારતની જળસીમામાં ઇન્ડીયન કોસ્ટગાર્ડની મીરાબાઇ નામની શીપ રવિવારે ઓખા આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાકિસ્તાનની બોટ અલરહીમ 12698-બી શંકાસ્પદ હાલતમાં લાગતા તેની તપાસ કરતા તેની અંદર 6 પાકિસ્તાનીઓ હોવાનું જાણવા મળતા તેનો કબ્જો લીધો હતો અને તેને કનકાઇ જેટીએ લઇ આવવામાં આવી હતી અને ત્યાં તમામ સુરક્ષા એજન્સીઓએ 6 પાકિસ્તાનીનું જોઇન્ટ ઇન્ટરોગેશન શરૂ કર્યુ હતું. અને પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાનીઓ માછીમાર હોવાનું ખુલ્યુ હતું. અને માછીમારી કરતાં-કરતાં ભારતીય જળસીમામાં ઘુસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બોટ સહિત આ છ ખલાસીઓનો કબ્જો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો અને જળસીમા ઉલ્લંઘન કર્યા અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

પકડાયેલા પાકિસ્તાની

આ પાકિસ્તાની બોટમાં કરાંચીના કરીમ અલાના, નઝીર અહમદ, મહમદ યુસુબ, મહમદ રફીક, મહમદ અઝીઝ, અબુ સૈયદને ઝડપી લેવામાં આવ્યા હતાં.