તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટીકાશીમાં અગિયાર કિલો ચાંદીની પાલખી, ૨૩ ફલોટ્સ, વિવિધ વેશભૂષાઓ સહિત
ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યે સિધ્ધનાથથી પ્રસ્થાન અને રાત્રે ૧૨ વાગ્યે ભીડભંજનમાં સમાપન થશે
આગામી ગુરૂવારે મહા શિવરાત્રીના દિવસે છોટીકાશી ગણાતા જામનગરમાં પરંપરા મુજબ શિવ શોભાયાત્રા યોજાશે અને ચાંદીની પાલખી, વિવિધ ફલોટસ, વેશભૂષાઓ સાથે હર હર મહાદેવના નાદ નગરના મુખ્ય માર્ગો ઉપર સતત ૩૩ માં વર્ષે ગુંજશે. જે માટે મહાદેવ હર મિત્ર મંડળ, હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેને આજે આખરી ઓપ અપાઇ રહયો છે. આ બન્ને સંસ્થાઓના ઉપક્રમે છેલ્લા ૩૨ વર્ષથી દર વર્ષે મહાશિવરાત્રીનો યોજાતી શિવ શોભાયાત્રા આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાય તેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જેમાં ખાસ કરીને અગિયાર કીલો ચાંદી મઢીત અને સુશોભીત પાલખી ઉપરાંત ૨૩ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે.
ઉપરાંત વિવિધ વેશભૂષાઓ સાથે બાળકો પણ શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રાની પાલખીની પૂજનવિધી મહાશિવરાત્રીના સવારે પંચેશ્વરટાવર પાસેના હનુમાનજીના મંદિરે યોજાશે.આ શોભાયાત્રા ગુરૂવારે બપોરે સાડા ત્રણ વાગ્યે સિધ્ધનાથી પ્રસ્થાન કરશે અને રાત્રે ૧૨ વાગ્યે ભીડભંજન મંદિરે સંપન્ન થશે. શોભાયાત્રાના રૂટ ઉપર ધ્વજા-પતાકાઓથી સુશોભન થશે તેમજ અમરનાથ, કૈલાસ વગેરે પ્રતિકૃતિ વાળા સ્થાયી ફલોટસ રહેશે. તેમજ ઠેર-ઠેર યાત્રાનું સન્માન થશે અને ભાવિકો માટે પાણી-સરબત-ફરાળ પણ પુરા પડાશે.
૧૧ કિલો ચાંદીથી મઢેલી પાલખીમાં આશુતોષ સ્વરૂપ બિરાજમાન થશે
મહાશિવરાત્રીની શોભાયાત્રા માટે સાગની પાલખી ૨૦૦૮માં લક્ષ્મીદાસ બદીયાણી પરિવાર તરફથી મળી હતી. બાદમાં ૨૦૦૯માં સંસદ સભ્ય વિક્રમભાઇ માડમે આ પાલખી ચાંદીથી મઢાવી આપી હતી. ૧૧ કિલો ચાંદીથી મઢીત આ પાલખીમાં મહાદેવ આસુતોષ સ્વરૂપે બિરાજમાન થઇ નગરની યાત્રા કરશે. જે પાલખી એક સરખા ઝભ્ભા અને મુગટો પહેરેલા પુરૂષો નાત-જાતના ભેદ વગર ઉઘાડા પગે ઉપાડીને યાત્રામાં જોડાય છે.
ધાર્મિક આયુધોથી ઇજા ન થાય તે જોવા સ્વામીનો અનુરોધ
સામાન્ય રીતે શિવ શોભાયાત્રા દરમિયાન વિવિધ દેવોની વેશભૂષાની સાથે સાથે તેમના આયુધો પણ હાથ રાખવાની પરંપરા છે. ત્યારે હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ સ્વામી ચતુભૂર્જદાસજી મહારાજે ખાસ અનુરોધ કર્યો છે કે શોભાયાત્રા દરમિયાન તેમજ તંદુરસ્ત સમાજનું ચિત્ર ઉપસે એ રીતે યાત્રામાં વ્યવહાર કરવો ઉપરાંત કાયદાનું પાલન થવું જરૂરી છે ત્રિશુલ, તલવાર, ધનુષબાણ, ગદા વગેરે હાથમાં રખાય કે તેના દાવપેચ પ્રદર્શન થાય ત્યારે અન્ય કોઇનેય પણ તેનાથી ઇજા ન પહોંચે તેની તકેદારી રાખવી જરૂરી છે. ઉપરાંત અન્ય કોઇ ધર્મ-સંપ્રદાય, સમાજ કે વ્યકિતની લાગણી ન દુભાય તે મુજબ સુત્રો, ભજનો, ગીતો વગેરે રજૂ કરવા ઉપર ભાર મુકાયો છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.