જામનગરમાં વધુ એક કૂટણખાનું ઝડપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંચાલક મહિ‌લા અને ગરાસિયા શખ્સની ધરપકડ

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ચાલતાં દેહવિક્રયના ધંધા પર દરોડો પાડી પોલીસે સંચાલક મહિ‌લા અને એક ગ્રાહકને પકડી પાડયા છે. પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

જામનગર શહેરમાં ગયા મહિ‌ને શહેરમાંથી ત્રણ કુટણખાના ઝડપાયા બાદ પોલીસે સમાજના આ દુષણને ડામવા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન મેહુલનગર વિસ્તારમાં ૮૦ ફુટ રોડ પર આવેલા નંદકિશોર એપાર્ટમેન્ટના બ્લોક નં. જી-૧માં રહેતી મયુરી ઉર્ફે મંજુબેન ઉર્ફે ભાનુબેન હરીશભાઇ ભોજાણી નામની મહિ‌લા પોતાના મકાનમાં બહારના સ્ત્રી-પુરૂષને બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતી હોવાની મહિ‌લા પોલીસ સ્ટેશને બાતમી મળી હતી.

જેના આધારે મહિ‌લા પીએસઆઇ એમ.જે. સાગઠીયા સહિ‌તના સ્ટાફે બોગસ ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. જેમાં સંચાલક મયુરીબેન અને મુળ દ્વારકા તાલુકાના ભીમરાણા ગામનો ગુલાબસિંહ હરીસિંહ વાઢેર નામના શખ્સ સાથે આબાદ ઝડપાયા હતાં. પોલીસે સ્થળ પરથી રૂ.૭૭૦૦ની રોકડ, મોબાઇલ ફોન સહિ‌તની ચીજવસ્તુઓ કબ્જે કરી સંચાલક મહિ‌લા અને ગરાસિયા શખ્સની ધરપકડ કરી હતી.

જામનગરમાં ચાલતા દેહવિક્રયના ગોરખધંધોની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડમાં...