કોંગ્રેસના હોદ્દેદારોએ જામ્યુકોના વોટરકૂલર મશીનો સીલ કર્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકોની પાણીની સમસ્યાનો પડઘો પાડવા આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો

જામનગરમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, અપુરતા પાણીને કારણે લોકોને પાણી ખરીદવું પડી રહ્યું છે ત્યારે જામ્યુકોનાં અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફિસમાં રહેલા આર.ઓ. સીસ્ટમ અને વોટર કુલર સીલ કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કોંગ્રેસનાં કેટલાંક હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યો છે.

જામનગર શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગ પંડયા અને અન્ય બે કાર્યકરોએ સોમવારે સવારે જામ્યુકો સેવા સદનમાં જબરજસ્તી ઘુસી જઇ મ્યુનિ. કમિશનર, સ્ટે. ચેરમેન અને મેયરની ઓફિસમાં રહેલી આર.ઓ. સીસ્ટમ, વોટર કુલર અને ચા-કોફીનાં મશીનોને સેલો ટેપ લગાડી સીલ કરી દીધા હતાં.

કોંગી હોદ્દેદાર અને કાર્યકરોએ એવી આપી દલીલ : વાંચવા ફોટો સ્લાઇડ કરો.....