તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ruction Sakhsonum Defiant, Sword Jhinki Gun Men Had Robbed

માથાભારે શખ્સોનું દંગલ, તલવાર ઝીંકી બંદૂક લૂંટી જતા શખ્સો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાસેની ઘટના : જમવા બાબતે ઝઘડો કર્યા બાદ ઢીંચડાના માથાભારે શખ્સોનું દંગલ

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક હોટલમાં ઘૂસી ચાર માથાભારે શખ્સોએ માલિકને તલવાર, છરી વડે ઇજા કરી લાયસન્સવાળી રિવોલ્વર લૂંટી નાશી છુટયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. જામનગરમાં સમર્પણ સર્કલ સામે શિવલહેરી હોટલ ધરાવતા ભાયાભાઇ વજશીભાઇ હાથલિયા પર ગત મોડી રાત્રે ઢીંચડા ગામના જાફર જુસબ કોટાઇ, આરીફ ઉર્ફે ઉકો ઇસ્માઇલ, અસ્લમ અનવર અને સલમાન અનવર નામના શખ્સોએ તલવાર, છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.

જેમાં ભાયાભાઇને માથામાં ફેકટર અને હાથ તથા શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતાં. આ બનાવની ઘાયલ ભાયાભાઇએ નાશી છુટેલા આરોપીઓ સામે ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ અને ૩૯૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપીઓને ઘાયલના પુત્ર સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં વચ્ચે પડતા ચારેયએ હુમલો કરી, ઘાયલ ભાયાભાઇની રૂ.૨૫ હજારની કિંમતની લાયસન્સવાળી બાર બોરની બંદૂક લૂંટી નાશી ગયા હોવાનું નિવેદન આપ્યુ હતું. પોલીસે બાઇક અને કારમાં નાશી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.