જામનગરમાં દૂધની બનાવટોનું વેચાણ કરતા વેપારીઓ પર ધોંસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાર સ્થળેથી અખાદ્ય માવો, બરફી, દૂધ, દહીંનો નાશ કરાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોગચાળો અટકાવવાનાં ઉદેશ્ય સાથે જામ્યુકોનાં આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ ડેરીઓનું ચેકીગ કરી નમુના લેવામાં આવ્યા હતાં તેમજ અખાદ્ય અને વાસી પદાર્થોનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા પ૪, દિગ્વીજય પ્લોટમાં આવેલી જય અંબે ડેરીમાંથી મિકસ દુધનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે દિ.પ્લોટ-૨૦માં આવેલી અંબિકા ડેરીમાંથી ૪પ કીલો દહી અને રપ કીલો મસ્કાનો નાશ કરવામાં આવ્યો હતો.

ઇદમિસ્જદ રોડ પર આવેલી સતનામ ડેરીમાંથી પ૦ કીલો અખાદ્ય માવો, ર કીલો બરફી, પાંચ કીલો ચવાણાનો તથા પ૦-દિગ્વીજય પ્લોટ સામે આવેલી સોમનાથ ડેરીમાંથી ર૦ લીટર દુધનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કમલેશ ડેરી, સદગુરૂ ડેરી ફાર્મ, ખુશ્બુ ડેરી ફાર્મ, વરૂડી ડેરી ફાર્મ, ખોડીયાર ડેરી, શિવડેરી, કૃષ્ણડેરી, હિન્દુસ્તાન ડેરી, સિલ્વર ડેરી, અજવા ડેરી ફાર્મ, ગોકુલ ડેરી જેવી પ્લોટ વિસ્તાર, સાધના કોલોની વિસ્તાર તેમજ કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી ડેરીઓમાં સઘન ચેકીગ હાથ ધરી આરોગ્ય વિષયક સુચનાઓ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકા વિસ્તારમાં પેકેજ ડ્રીન્કીગ વોટર પાઉચ ઉત્પાદક પેઢી પાર્થ મિનલર વોટર તથા મહારાજ પેકેજ ડ્રીન્કીગ વોટર અને પવનચક્કી અંજલી કેબલ પાછળ પાણીના પાઉચ ગોડાઉનમાં ચેકીગ કરી લેબલ પ્રોવિઝન મુજબની ચકાસણી કરવામાં આવી હતી.