પંચદેવો સમાજને સદમાર્ગે લઇ જવાનો બોધ આપે છે : મોરારિબાપુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રખર રામાયણી સંતનું અદ્કેરું સ્વાગત : કથામાં સંતો, મહાનુભાવો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
-
બેટ-દ્વારકામાં રામકથાનો ભવ્ય પ્રારંભ

ભગવાન શ્રીકૃષ્ણની નગરી બેટ-દ્વારકામાં શનિવારથી પ્રખર રામાયણી સંત મોરારીબાપુની શરૂ થયેલી રામકથાના પ્રથમ દિવસે પંચદેવો સમાજને સદમાર્ગે લઇ જવાનો બોધ આપે છે તેમ બાપુએ જણાવ્યું હતું. કથાના પ્રારંભ પૂર્વે બેટ-દ્વારકા આવી પહોંચેલા મોરારીબાપુનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. કથામાં દેશ-વિદેશોમાંથી ભાવિકોની સાથે સંતો, મહાનુભાવો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.બહુજન હિ‌તાય બહુજન પ્રેમાયનો મંત્ર ગુંજતો કરવા માટે જાણીતા રામાયણી કથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન બેટ-દ્વારકામાં દ્વારકાધીશ ચેરીટેબલ ટ્રસ્ટ, રામકથા સમિતિ અને દાતા ધરમશી મેનશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભથી આજથી થયો હતો.

કથા પૂર્વે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ મોરારીબાપુ ઓખા પેસેન્જર જેટી પર પહોંચી ત્યાંથી બોટ મારફત બેટ-દ્વારકા પહોંચ્યા હતાં. જયાં ભાવિકોની વિશાળ મેદનીએ તેમનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ સંતો-મહંતો અને આગેવાનોના હસ્તે કથાનું દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

આગળ વાંચો મોરારી બાપુનો કથા ઉપદેશ