ભારે પવન સાથેના કમોસમી વરસાદથી હાલારમાં રવી પાકને નુકસાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂતોમાં ચિંતા - ભારે પવન સાથેના કમોસમી વરસાદથી
કલ્યાણપુર પંથકને વધુ ધમરોળતું માવઠું : ઠેર-ઠેર મિનિ વાવાઝોડા જેવા માહોલથી ઘઉં, જીરું, ચણાનો સોથ


જામનગર અને દ્વારકા જિલ્લાના અમુક ગામડાઓમાં હાલ જે રીતે હવામાન ડહોળાયું છે અને ખાસ કરીને કમોસમી વરસાદ કરાના કારણે ઘઉં, જીરૂ, છુટાછવાયા લસણ, ધાણા, ચણા અને કયાંક કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે, હજુય આ પરિસ્થિતિ વધુ ચાલુ રહે તો ગંભીર નુકસાન પણ થઇ શકે છે. હાલ કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર તાલુકાઓના ખેડૂતોમાં ચિંતા છે કે રવિ પાકને થોડા ઘણા અંશે નુકસાન થશે. ખાસ કરીને જામકલ્યાણપુર, દેવળીયા, ગાંગડીમાં ભારે પવન સાથે વરસાદ, જામજોધપુરમાં ગાજવીજ સાથેના વરસાદથી આ પંથકમાં ખેતીને વધુ નુકસાન થઇ રહ્યું છે.

સાથે-સાથે કાલાવડ, જામનગર, લાલપુર અને જે તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો છે ત્યાં મેઘાડંબર, તોફાની પવનવાળુ હવામાન તો રહ્યું છે. ઉપરથી આ બધા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભરશિયાળે ગાજવીજ સાથે એકાએક બરફના કરા પડયા તો સીદસરમાં પણ કરા પડયા હતાં અને માર્ગ ઉપર સફેદ ચાદર છવાઇ હતી.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....