તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘનઘોર ઘટાઓ વચ્ચે માત્ર છાંટા વરસ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવસભર વાદળોની જમાવટ વચ્ચે માત્ર છાંટા વરસતા ઉચાટ વધ્યો

જામનગર સહિ‌ત સમગ્ર હાલારમાં ગુરુવાર સવારથી ઘટાટોપ વાદળો છવાતા મેધાવી માહોલ સર્જા‍યો હતો. જોકે જિલ્લામાં કયાંય નોંધપાત્ર વરસાદ નહીં નોંધાતા ખેડૂતો નિરાશ થયા હતાં.

હાલારમાં ૧૧-૧૨ જૂનનાં રોજ સાર્વત્રિક અને વ્યાપક વરસાદ બાદ છેલ્લા રર દિવસથી વરસાદ ગાયબ થઇ જતાં વાવણી કરી લેનારા ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી હતી. દરમિયાન ગુરૂવારે સવારથી સમગ્ર હાલારમાં વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં ઘટાટોપ વાદળો છવાતા વરસાદની આશા જીવંત બની છે.

દિવસ દરમિયાન જામનગર, ધ્રોલ, જોડિયા વિસ્તારમાં હળવા છાંટા પણ વરસ્યા હતાં, જોકે મોડી સાંજ સુધી જિલ્લામાં કયાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા સમગ્ર વિસ્તારમાં ભારે ઉકળાટ વિસ્તારમાં ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે રાત્રે અથવા તો શુક્રવારે વાદળો વરસે તેવું અનુમાન લોકો કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાની અછત ભોગવતા હાલારમાં વાવણી બાદનાં પ્રથમ વરસાદની લોકો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.