સોલ્ટ એરિયામાં ગાયના વઢાયેલા માથાં અંગે ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સોલ્ટ એરિયામાં ગાયના વઢાયેલા માથાં અંગે ગુનો નોંધાયો
- જામનગર પાસેના નવા નાગના વિસ્તારમાં આવેલા
- પશુ પ્રત્યે ઘાતકીપણાના તથા પશુ સંરક્ષણ અંગેના વિવિધ કાયદાઓની જુદી-જુદી કલમો લગાવાઇ

જામનગર પાસે મળી આવેલા ગાયના વઢાયેલા માથા અંગે અંતે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કેમકે, ગુરૂવારે જામનગર પાસેના સોલ્ટ વર્કસના વિસ્તારના પાણીના ટાંકામાંથી ગાયનું વઢાયેલુ માથુ તથા અન્ય પોટલા મળી આવ્યા હતા અને આ દુષ્કૃત્ય કોનું હશે તે અંગેની તપાસ હાથ ધરાઇ હતી. જો કે, ખાસ કંઇ પગેરૂ મળ્યુ ન હતું, દરમિયાન આ ગુનામાં પશુ પ્રત્યે ઘાતકીપણાની કાયદાની કલમો લગાવાઇ છે. આ ગુના અંગે આજુબાજુની પરપ્રાંતિય મજૂરોની વસાહતમાં પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ખાસ કાંઇ તારણ નિકળ્યું ન હતું.
બેડી મરીન પોલીસ સ્ટેશનમાં સેન્ચ્યુરી સોલ્ટ વર્કસ એરિયાના પાન-બીડી દુકાનધારક સંજયગીરી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ વિસ્તારમાં કોઇએ ચાર-પાંચ દિવસ દરમિયાન ગાયનું શિરચ્છેદ કરી બેરહેમીથી ક્રૂરતાપૂર્વક વધ કરી ગુનો થયો છે. પોલીસે આ અંગે અજાણ્યા સામે આઇપીસીની કલમો ઉપરાંત પશુ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો ૧૯૬પની કમલો તથા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધ્યો છે. જેની તપાસ બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.બી. ગોહીલ ચલાવે છે.

ઉલ્લેખનિય છે કે, જામનગર પાસેના નવા નાગના વિસ્તારમાં સેન્ચ્યુરી સોલ્ટ વર્કસને લગત દરિયાઇ વિસ્તારો તરફના આજુબાજુના પાણીના મોટા ટાંકાઓ છે. તે ટાંકામાં ગુરૂવારે સમી સાંજે કોઇએ ગાયનું માથુ વાઢેલુ જોતા પોલીસને જાણ કરી હતી. તેના પગલે બેડી મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોહિ‌લ તથા તેનો સ્ટાફ અને બીજી તરફથી જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતાં. આ સ્થળે આ તમામએ એક ટાંકામાં ગાયોના વાઢેલા માથા ઇયળોથી ખદબદતા જોયા, માટે ગાયની હત્યા કરી માથુ ટાંકામાં ફેંકી દીધાનું કૃત્ય કોઇ થોડા દિવસ પહેલા આચર્યુ હશે તે તારણ નીકળ્યું હતું.

આ ટાંકામાં વધુ બારીકાઇથી જોતા અમુક પોટલા બાંધેલા તરતા હતા અને તેમાં પણ જીવાત ઇયળ ખદબદતી દેખાતી હતી માટે એકથી વધુ ગાય જેવા પશુઓની હત્યા થઇ હશે, ત્યારે આ પોટલા બહાર કાઢવા અને તેની તપાસ પણ જટીલ બની ગઇ હતી. આ ઘટનાના પગલે પીએસઆઇ ગોહીલે તેમના સ્ટાફના સભ્યોને પણ વધુ તપાસ માટે બોલાવ્યા હતાં. આ ઘટના અંગે જરૂરી તપાસ કરવા માટે પોલીસે આ વિસ્તારની પરપ્રાંતિયોની વસાહતમાં પૂછપરછ કરી હતી. આ વસાહતોમાં બિહાર સહિ‌તના રાજયોના મજૂર વર્ગના અઢીસો જેટલા પરિવારો રહે છે પરંતુ આ પુછપરછમાં પોલીસને કંઇ ઠોસ વિગતો સાંપડી ન હતી, જોકે અંતે પોલીસે અજાણ્યા ઇસમ સામે આ અંગે ગુનો નોંધ્યો છે.

વિહિ‌પ, ગૌસેના, હિ‌ન્દુ સેના, શિવસેના દ્વારા આવેદન : પાસાની માગણી

ગાયના વાઢેલા માથા મળી આવ્યા તે અંગે સૌરાષ્ટ્ર ગૌસેવક સેના, બજરંગદળ, વિશ્વ હિ‌ન્દુ પરિષદ, શિવસેના વગેરે સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે કડક પગલાં લેવા માંગણી કરીને પાસાના શસ્ત્ર ઉગામવા રજૂઆત કરી છે. હિ‌ન્દુ સમાજ, ગૌસેવા પ્રેમી સમાજ, જીવદયા પ્રેમીઓ સૌની લાગણી દુભાવનાર આવા કૃત્ય આચરનારા સામે તાકીદે પગલાં લેવા જોઇએ તેમ સંજય ચેતરીયા, પ્રતિક ભટ્ટ, યશપાલસિંહ, પ્રદીપસિંહ, ભરતભાઇ, પ્રફુલ્લભાઇ, માંડણભાઇ, કિરીટભાઇ, આશુતોષભાઇ, પ્રફુલ્લભાઇ, ધીરેન નંદા, રવિ કનખરા, નીરજ દાઉદીયા સહિ‌ત મોટી સંખ્યામાં ગૌવંશ પ્રેમીઓએ માંગણી કરી છે.