બર્ડ આઇલેન્ડ બન્યું સિક્યોર, પક્ષીઓના ઇંડાં માટે મુકાઇ રક્ષણાત્મક જાળીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પક્ષીઓના ઇંડાં માટે રક્ષણાત્મક જાળીઓ મુકાઇ
બર્ડ આઇલેન્ડ તરફના રસ્તા પર ક્ષણાત્મક જાળીઓ અને તારની બાઉન્ડ્રીઓ બાંધી દીધી

નગરની મધ્યમાં આવેલું રાજાશાહી વખતના નજરાણા સમાન રણમલ તળાવમાં ગત ચોમાસામાં વરસાદ ખૂબ જ મોડો થતાં તે સમયગાળાનો સદઉપયોગ કરીને આ તળાવને ખોદવામાં આવ્યું હતું. તળાવને ઊંડું ઉતારવાની પ્રક્રિયા ઇજનેરી કૌશલ્યના આધારે કરવામાં આવી હોવાનો તંત્રનો દાવો રહ્યો હતો. સાથે સાથે આ તળાવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઋતુઓ પ્રમાણે જુદા-જુદા પંખીઓ આવે છે. તેને ધ્યાનમાં લઇને ત્રણ બર્ડ આઇલેન્ડ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત સપ્ટે. માં મૂશળધાર વરસાદમાં તળાવ તરબતર થઇ ગયું હતું.
પરંતુ શિયાળાની ઋતુ આવતા જ આ તરબતર તળાવમાંથી બર્ડ આઇલેન્ડે જાણે ડોકું કાઢયું હોય તેમ નજરે ચઢતાં હતા અને આ બર્ડ આઇલેન્ડનો જુદા-જુદા પક્ષીઓ લાભ લેતા હતા. તેની ઉપર પોતાના ઇંડા મૂકતા હતા અને ઇંડા સેવતા પણ હતા. સમય જતાં આ તળાવમાં પાણી ઓછું થતાં કૂતરાં જેવા પશુઓ તળાવમાં હેરફેર થતાં થતાં આ બર્ડ આઇલેન્ડ સુધી પહોંચીને પક્ષીઓના ઇંડાં ખાવા લાગ્યા હતા. જે જામ્યુકોની સિવિલ શાખાના અધિકારીઓના ધ્યાનમાં આવતા તેમણે બર્ડ આઇલેન્ડ તરફના રસ્તા પહેલા રક્ષણાત્મક જાળીઓ અને તારની બાઉન્ડ્રીઓ બાંધી દીધી છે. જેથી ઇંડાઓનું રક્ષણ થઇ શકે.(તસવીર : હિ‌રેન હિ‌રપરા)