તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- પારાયણ ; પાણી, શૌચાલય અને તબીબી સુવિધા સહિતની તમામ સવલતો વચ્ચે પણ
અંગ્રેજોના શાસન વખતની જામનગર જિલ્લા જેલ એક સતક વટાવી ચુકી છે. સદી પુરાણી આ જેલની ક્ષમતા કરતા બમણા કેદીઓને જગ્યા આપવામાં આવી છે. નવી જેલ કે સબજેલની વ્યવસ્થા ન હોવાથી આ પરિસ્થિતી નિર્માણ પામી હોવાનું જેલ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ક્ષમતા કરતા વધારે કેદીઓ હોવાથી સુરક્ષા વ્યવસ્થા જાળવવી સ્થાનિક તંત્ર માટે માથાના દુખાવો પુરવાર થઇ રહી છે.
અંગ્રેજ હકુમત અને રાજાશાહી શાસન વ્યવસ્થાના સમયે અસ્તિત્વમાં આવેલી જામનગર જિલ્લા જેલ ઐતિહાસિક ધરોહર છે. સદી પૂર્વેની ગુનાખોરીના આધારે તૈયાર કરાયેલ જિલ્લા જેલમાં ૨૬પ થી ૨૭૦ કેદીઓને સમાવી શકાય એવી સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. શરૂઆતના તબકકામાં સ્વતંત્ર સેનાનીઓ અને બહારવટીયાઓને આ જેલમાં રાખવામાં આવતા હતાં. દરમ્યાન અંગ્રેજોની વિદાય અને દેશી રજવાડાના વિલીનીકરણ બાદ દેશ આઝાદ થયો અને જેલનું સંચાલન સરકારે સંભાળી લીધું છે.
આઝાદીના છ દાયકામાં વસ્તી વિસ્ફોટની સાથે ગુનાખોરીના પ્રમાણમાં સતત વધારો જ થતો રહ્યો છે. બીજી તરફ જેલમાં કેદીઓને સમાવવાની ક્ષમતાએની એ જ રહેતા વર્તમાન સમયમાં ર૬પની જગ્યાએ ૪૮૦ કેદીઓને સમાવવાની ફરજ પડી રહી છે. ૨૦ બાય ૧૮ અને ૨૦ બાય ૧૦ના મર્યાદીત બેરેકમાં સરેરાશ ૪૮૦-૪૮પ કેદીઓને સમાવવા જેલ પ્રસાશન મજબુર બની રહ્યું છે. કારણ કે જામનગર અને દ્વારકા જિલ્લામાં અન્ય સબ જેલ પણ નથી. ઠાસી-ઠાસી ભરવામાં આવેલા કેદીઓ છતા જેલ પ્રશાસનની કાબેલેદાર સુચારૂ વ્યવસ્થાના કારણે હવા ઉજાસવાળા બેરેકથી માંડી ખોરાક અને શુધ્ધ પાણીની સવલતોમાં કયારેય ઉણપ આવી નથી. પ્રાથમિક દવાખાનું લાયબ્રેરી અને અમુક કેદીઓને કોરસ્પોન્ડસ અભ્યાસની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના વિભાજન બાદ દ્વારકા જિલ્લાનો ઉદ્દભવ થતા હવે અન્ય જિલ્લા કક્ષાની જેલ અને સબજેલ બનાવવાના આશાર વર્તાઇ રહ્યા છે. બીજી તરફ જેલમાં હિંસક વાતાવરણ નિર્માણ ન પામે એ માટે જેલ પ્રશાસને સર્તક રહેવું પડે છે.
છ વર્ષમાં છ કેદીઓ નાસી છૂટયા
ક્ષમતા કરતા બમણા કેદીઓ પર દેખરેખ રાખવી જેલ પ્રશાસનના મર્યાદિત સ્ટાફ માટે ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૦૭માં સાતનારી ગેંગના કુખ્યાત વલ્લભ દેવીપુજક સહિતના ચાર શખસો રર ફુટની ઉંચી દિવાલ કુડી છન્નન થઇ ગયા હતાં. ત્યાર બાદ અન્ય બે જુદા-જુદા બનાવમાં કેદીઓ જેલ તોડવામાં સફળ રહ્યા હતાં.
તોતિંગ દીવાલોની એક સદીની સફર
બહારવટીયાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ખોખારા-હાકોરા-પડકારાઓ ઝીલીને પણ અડગ રહેલી જેલ અમુક ખુખાર કેદીઓને ઝકડીને રાખી શકતી નથી. કયારેક કેદીઓના આંતરીક ખેંચાવ કે કયારેક મોબાઇલ સહિતની અનધિકૃત સામગ્રી મળી આવવી, આ તમામ બાબતે જિલ્લા જેલ છેલ્લા દશકામાં વિવાદમાં રહી છે.
સીધીવાત
કે.આર. કુરેશી ઇન્ચાર્જ જેલ સુપ્રિ., જામનગર જિલ્લા જેલ
૧. કેદીઓની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ તકલીફ પડે છે ?
કેદીઓમાં ભાઇચારો અને સુમેળ ભર્યા સબંધો પેદા થાય તેવું વાતાવરણ ઉભુ કર્યુ છે.
ર. પ્રાથમિક જરૂરીયાતો બાબતે કોઇ સમસ્યા ?
જેલ કેમ્પસમાં ત્રણ પાણીના બોર છે, ઉપરાંત સરકારે જ જમવાની સુવારૂ વ્યવસ્થા કરી છે. વધારે પાણી મહાપાલિકા પુરૂ પાડે છે.
૩. નવી જેલ બનાવવાનું કોઇ આયોજન ?
દ્વારકા જિલ્લાના સલાયા પાસે જિલ્લા જેલ, ભાણવડના ધુમલી પાસે અને જામજોધપુરના વસંતપુર ગામે સબ જેલ બનાવવાનું આયોજન આખરી તબકકામાં છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.