ભાણવડ નજીક ઈંગ્લિશ દારૂનો ૨૬૦ બોટલ જથ્થો પકડી પાડયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને વલસાડ પંથકના બે શખ્સોની ધરપકડ : રૂ. ૭.૩૧ લાખનો મુદ્દામાલ કબજે
ભાણવડ નજીક ગુંદલા ગામના પાટીયા પાસે પોલીસે એક કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ઇંગ્લીશ દારૂની ૨૬૦ બોટલ જથ્થો પકડી પાડી વલસાડના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિ‌ત રૂ.૭.૩૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડના ગુંદલા ગામના પાટીયા પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી એક કારને આંતરીને તલાશી લેતા અંદરથી રૂ.૧.૩૦ લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારુની ૨૬૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે આશીષ ઉત્તમભાઇ (રે.કોચરવા, તા.પારડી,જી.વલસાડ) અને જગદીશભાઇ રામુભાઇ (રે. કોચરવા, તા.પારડી, જી.વલસાડ)ને પકડી પાડી દારૂનો જથ્થો ઉપરાંત છ લાખની કિંમતની કાર અને બે મોબાઇલ ફોન સહિ‌ત રૂ. ૭.૩૧ લાખનો મુદામાલ કબ્જે લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
આ દારૂનો જથ્થો કયાંથી લવાયો છે? કોને આપવાનો હતો? સહિ‌તની બાબતોનો તાગ મેળવવા પોલીસે ઝડપાયેલા શખ્સોની વધુ પુછપરછ સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક પોલીસ પુછપરછમાં આ જથ્થો દમણથી વલસાડ અને ત્યાંથી ભાણવડ પંથકમાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.