આ રંગકર્મીઓએ નાટયકલાને જીવંત રાખી છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- કલ્યાણપુરના કેનેડી ગામે ભજવાયેલા નાટકે વિસરાતી રંગભૂમિની યાદ અપાવી

આજના સેટેલાઇટ ચેનલ અને મોબાઇલ ઇન્ટરનેટના જમાનામાં મનોરંજન આંગળીના ટેરવે આવી ગયું છે અને રંગમંચનો ખો નીકળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભવાઇ, તરગારા જેવી નાટય કલાઓને કેટલાક કલાકારો આજે પણ જીવંત રાખી રહ્યા છે અને સાથે-સાથે સમાજને સંદેશાની સાથે નાટયકલાનો પરિચય કરાવી રહ્યા છે.

કલ્યાણપુર તાલુકા કેનેડી ગામે ગત શરદપુનમના દિવસે પરંપરા અનુસાર નાટક ભજવાયું, સતત ત્રણ મહીનાના રીહર્સલ બાદ રજુ થતા આ નાટકો કલાનો બેનમુન નમુનો હોય છે તેમજ કયાંકને કયાંક જુની ભારતીય ભવ્ય સંસ્કૃતિ જનમાનસમા જીવતી રાખે છે, ભજવાયેલા નાટકનું નામ મેવાડી તલવાર હતું, આમ તો ટીવી સિનેમા આવતા જુની નાટયકલાનો ખો નિકળી ગયો પરંતુ અમુક વર્ગે મરજીવા થઇ લુપ્ત થતા નાટક સો તથા થિયેટરો બચાવી રાખ્યા છે.

આ નાટકમાં કલાકારો ભલે પ્રોફેશનલ તો નથી હોતા પરંતુ અનેક પ્રયાસોથી ઇતિહાસનો જ કોઇ ભાગ લઇ તે મુજબની વેશભુષાથી દૃશ્યને જીવંત બનાવી દે છે.ખરેખર આ મહેનત દાદ માગી લે તેવી હોય છે, મહારાણા પ્રતાપનો અદભુત ગેટઅપ ને ધડાધડ પડતી ડાયલોગની ઝડીઓ કદાચ ફરીથી નજર સમક્ષ જીવંત મહારાણા પ્રતાપ તથા ચીતોડનું રણમેદાનની ઝાંખી કરાવી જાય છે. વળી અહી બેઠેલી હજારોની ભીડ દર્શાવે છે કે હજુય આમ જનતા મા આ રીતે ભજવાતા નાટકો લોકપ્રિય છે, ટીકીટ શો ન હોવા છતાં લાખો રૂપિયાનું દાન થાય છે અને તે પણ ગૌશાળામાં આપી દેવામાં આવે છે.

આગળ જુઓ વધુ વિગત