જામનગર:સોનાની દાણચોરીના કેસમાં એક શખ્સની કોફેપોસા હેઠળ ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
- પગલાં|સેન્ટ્રલ ગવર્મેન્ટની એડવાઇઝરી કમિટીનો હુકમ
- દ્વારકા જિલ્લાના ડીવાયએસપીએ ભુજની જેલમાં મોકલી દીધો
જામનગર:ગત એપ્રિલ માસમાં ચોટીલા પાસેથી દાણચોરીના 47 કીલો જથ્થો ઝડપાયાના ડીઆરઆઇ કચ્છના કેસમાં ખંભાળિયાના એક શખ્સની કોફેપોસા હેઠળ ધરપકડ થઇ છે તેને કચ્છની જેલમાં મોકલી દેવાયો છે, આ કેસની ગંભીરતા જોતા સેન્ટ્રલ ગર્વમેન્ટની એડવાઇઝરી કમીટીએ આ કાર્યવાહી માટે હુકમ કર્યો હતો.ગત એપ્રિલ માસની 19મી તારીખે કચ્છના તૃણા બંદરે ઘેટા ભરવા માટે આવેલા જહાજમાંથી દાણચોરીના સોનાના બીસ્કીટ 12 કીલો આવ્યા બાદ તંત્ર એલર્ટ થયું હતું અને ઝીંકનીકન્ટેનર દ્વારા આયાત થઇ હતી. તેની તપાસ કરતા તેમાંથી સોનું ઘુસાડેલુ મળ્યુ હતું.
પરંતુ તેનો મોટો જથ્થો ગાયબ થયાના અનુમાન સાથે હાઇવે ઉપર વોચ ગોઠવાઇ હતી. ગાંધીધામ ડીઆરઆઇની આ વોચ દરમ્યાન ચોટીલા પાસેથી એક વાહનમાં જઇ રહેલા શખ્સો પાસેથી 22 કીલો સોના સાથે ઝડપાયા હતા. આ ગુનામાં ખંભાળિયાના જુમ્મા જુસબ નામના શખસનું વહાણ હતું માટે તેની અટક કરી હતી ત્યાર બાદ ડીઆરઆઇની દરખાસ્તના પગલે કોફે પોસાનું વોરંટ નિકળ્યું હતું જેની બજવણી દ્વારકા જિલ્લાના ડીવાયએસપી જે.સી. કોઠીયાએ કરીને આરોપીને ભૂજની જેલમાં મોકલ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, દુબઇથી દાણચોરી કરી ભારતમાં ઘુસાડવામાં આવતા સોના પૈકી રૂ.23.34 કરોડનું 76.2 કીલો સોનુ જુદા-જુદા ચાર સ્થળોએથી એપ્રિલ અને મે મહીનામાં જામનગર અને ગાંધીધામ ડીઆરઆઇએ ઝડપી લીધું હતું.

બે વર્ષનું ડિટેન્શન હોય

દાણચોરી જેવી ગંભીર અને દેશદ્રોહી કૃત્ય અટકાવવા કસ્ટમ્સ સહિતના એક્ટ હેઠળ આ પગલું પ્રિવેન્ટિવ ડિટેન્શન ગણાય છે તેમ જણાવી ડીઆરઆઇ સૂત્રોએ ઉમેર્યુ છે કે, આ સિવાય આયાત-નિકાસ કાયદા હેઠળના ગુનાને લગતી કાર્યવાહી ચાલુ રહે છે.