બે પુત્રની નજર સામે પિતાની હત્યા, ટોલનાકા પર ટોલટેક્સ મુદ્દે લોહી રેડાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પર ટોલટેક્સ મુદ્દે લોહી રેડાયું
- હુમલામાં ઘવાયેલા બન્ને ભાઇઓ સહિ‌ત ચાર વ્યકિતને સારવારમાં ખસેડાઇ


જામનગર નજીક રાજકોટ ધોરીમાર્ગ પરના સોયલ ટોલનાકે રવિવારે મોડી રાત્રે તિક્ષ્ણ હથિયારો સાથે આવી ચડેલા સાત શખ્શોએ સિકયોરીટીમાં રહેલા પિતા-પુત્રો સહિ‌ત પાંચ પર હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ત્રણ નામચીન સહિ‌ત સાતેય શખ્સો સુધી પહોંચવા કવાયત શરૂ કરી હતી. ધ્રોલ નજીકના સોયલ ગામ નજીક આવેલા ટોલનાકે રવિવારે રાત્રે ટોલગેઇટ પર સિકયુરીટી તરીકે ફરજ બજાવતા ધ્રાંગડા ગામના ત્રણ પિતા-પુત્રો પર ધ્રોલના હનિફ રસુલ મકવાણા, દિવુભા દરબાર, ઝાલાભાઇ દરબાર તથા અન્ય ચાર શખ્સોએ છરીઓ, ગુપ્તી તથા પાઇપથી હુમલો કર્યો હતો.

જેમાં સુમારભાઇ ઇસ્માઇલભાઇ સફીયા અને તેના બે પુત્રો ઇકબાલ સુમારભાઇ તથા એજાજ સુમારભાઇને પેટ અને વાસાના ભાગે તથા આમીનભાઇ અને બસીરભાઇને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રો ઢળી જમીન પર પટકાઇ જતાં સાતેય શખ્સો નાસી ગયા હતાં. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં પાંચેય ઘાયલોને જામનગર ખસેડાયા હતાં.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....