તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકોમાં જૂની ચલણી નોટો જમા કરાવવા દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાઉન્ટ ડાઉન - આરબીઆઇના નિર્દેશને પગલે સમય અવધિ પૂર્વે જામનગર શહેરની બેંકોમાં ધસારો

ભારતીય રીઝર્વ બેંક દ્વારા તાજેતરમાં કરેલી જાહેરાતના પગલે જામનગર શહેરની બેંકોમાં વર્ષ ૨૦૦પ પૂર્વેની ચલણી નોટોને બદલવા જમા કરાવવા નાગરીકોમાં હોડ જામી છે. શરૂઆતી સપ્તાહમાં મોડા પ્રતિસાદ આરબીઆઇની મુદ્દત નજીક આવતા શહેરીજનોએ ગંભીરતા દાખવી ચલણી નોટો જથ્થો જમા કરાવવા બેંકોમાં ઘસારો વધી રહ્યો છે. ગત વર્ષે હોદો સંભાળ્યા બાદ તરવરીયા રીઝર્વ બેંકના ગવર્નર રધુરામ રાજને દેશની આર્થિ‌ક સમસ્યાઓને સતત સુધારા તરફ દોરી જવા સમયાતરે મજબુત નિર્ણયો લઇ અમલ પણ કરાવ્યો છે.

ડોલર સામે રૂપિયાના સતત થતા પતન સમયે ચાર્જ સંભાળનાર ગવર્નરે રૂપિયાને સ્થિરતા બક્ષી છે. હવે દેશમાં ફેલાયેલા કાળા નાણાને નાબુદ કરવાના ઉપાય રૂપે આરબીઆઇ દ્વારા તાજેતરમાં એ મહત્વની જાહેરાત કરાઇ છે. જે આરબીઆઇ મુજબ વર્ષ-૨૦૦પ પૂર્વેની ચલણી નોટો બજારમાંથી પરત ખેંચી લેશે. આ જાહેરાતની તાત્કાલિક અમલવારી અને મુદત પણ નકકી કરી દેવામાં આવતા દેશભરની બેંકોમાં દરરોજ અબજો રૂપિયાની નોટો જમા થઇ રહી છે. ૩૧ માર્ચ ૨૦૧૪ સુધીની સમય મર્યાના પગલે જામનગર શહેર તથા તાલુકા મથકોની રાષ્ટ્રીય કૃત બેંકોમાં જુની ચલણી નોટો જમા કરાવવા ગ્રાહકોની હોડ લાગી છે. અમુક બેંકો દ્વારા અલગ કાઉન્ટર કે મશીન મુકી ગ્રાહકોની સવલતમાં વધારો કર્યો છે.

ગ્રામ્ય પંથકમાં હાલાકી થશે

શહેરી વિસ્તારોમાં તો ખાનગી અને સરકારી બેંકો પુરતા પ્રમાણમાં કાર્યરત છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીયકૃત બેંકો પણ પુરતી નથી અને તે ઉપરાંત ખાનગી બેંકોની શાખાઓ પુરતા પ્રમાણમાં નથી. માટે આ વિસ્તારોમાં હાલાકી થશે. જે આ વિસ્તારોના નાણાંકીય વ્યવહારોને કદાચ અસર કરશે.

સમય મર્યાદા પછી શું ?

જુની નોટો પરત ખેચવા આરબીઆઇએ ૩૧ માર્ચ સુધીનો સમય સુનિ‌શ્ચિ‌ત કર્યો છે. આ સમય મર્યાદામાં કોઇપણ અડચણ વગર જુની નોટો જમા કરાવી શકાયછે. પરંતુ સમય અવધીવિતી ગયા બાદ વ્યકિતએ પોતાની ઓળખ, પાનકાર્ડ અને નાણા અંગેના પુરાવા પુરા પાડવા પડશે.

કાળા નાણાવાળાઓનું પતન

આરબીઆઇના મહત્વના નિર્ણયની સૌથી મોટી અસર કાળાનાણા સબંધિત હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. કાળા નાણાવાળા નાણા જમા કરાવે અથવા સંગ્રહ કરી રાખે, આ બન્ને પાસાઓમાં દેશના અર્થતંત્રને ઇંજન મળશે એમ આર્થિ‌ક વિશ્લેષકોનું માનવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો